અમરેલીના નવા ઉજળાનાં નિવૃત આર્મીમેન શ્રી સંજયભાઇ કાવઠીયાનું માર્ગ અકસ્માતમાં મૃત્યું

  • સવા વર્ષ પહેલા જ નિવૃત થઇ વતન આવનાર સપુતનું ગામે ભવ્ય સન્માન કર્યુ હતુ
  • જસદણથી અમદાવાદ તરફ જતા કાર-લકઝરી બસનાં અકસ્માતમાં સ્થળ ઉપર જ મૃત્યું : અમરેલી જિલ્લામાં ઘેરા શોકની લાગણી ફરી વળી

વડીયા,
અમરેલીના કુંકાવાવ પાસેના નવા ઉજળા ગામના વતની અને સવા વર્ષ પહેલા જ આર્મીમાંથી નિવૃત થયેલા પાટીદાર યુવાનનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજતા ઘેરા શોકની લાગણી ફરી વળી છે.
આ અંગેની વિગત એવા પ્રકારની છે કે , નવા ઉજળા ગામના સંજયભાઇ કનુભાઇ કાવઠીયા ઉ.વ.38 આજે જસદણથી અમદાવાદ તરફ જતા હતા ત્યારે લકઝરી બસ સાથે તેમની કાર અથડાતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતુ દેશ માટે સરહદ ઉપર ફરજ બજાવી પરત આવનાર નવા ઉજળાના સપુત અને અમરેલી જિલ્લાના ગૌરવ સમા શ્રી સંજયભાઇનું ગામ સમસ્ત દ્વારા વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
તેમના અકસ્માતમાં મૃત્યુના સમાચારથી અમરેલી જિલ્લામાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે