અમરેલી,
અમરેલી તાલુકાના નાનામાચિયાળા ગામે રહેતા ભારતીબેન ગોવિંદરાવ ત્રિવેદી ઉ.વ.63 ને છેલ્લા દસેક વર્ષભી માનસિક બિમારી હોય. અને જેના કારણે અવાર નવાર મરી જવાનું કહી તા. 29-10 ના સવારે 7:30 કલાકે પોતાના ઘરે શરીર ઉપર કેરોસીન છાંટી આગ છાપી સળગી જતા ગંભીર રીતે દાઝી જતા મૃત્યું નિપજયાનું મહેશભાઈ રમણીકભાઈ ત્રિવેદીએ અમરેલી પોલિસ મથકમાં જાહેર કરેલ