અમરેલીના બહારપરામાં એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા તપાસ

  • પાલિકાનાં કામ દરમિયાન થયેલી દાદાગીરીનો મામલે કાર્યવાહી

અમરેલી,
અમરેલીના બહારપરા વિસ્તારમાં આજે બપોરે એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા જાતે મુલાકાત લઇ અને થોડા દિવસ પહેલા ત્યાં ચાલી રહેલા રસ્તાના કામ દરમિયાન થયેલી માથાકુટ અને દાદાગીરીના મામલે તપાસ કરવામાં આવી હતી અને પગલાઓ લેવાયા હોવાનું આધારભુત સુત્રોમાંથી જાણવા મળેલ છે.
જાણવા મળતી માહિતી અનુસાર જયહિન્દ ટોકીઝ ચોક તથા એ વિસ્તારમાં સીસી રોડના કામ દરમિયાન નગરપાલિકાના સ્ટાફ સાથે દાદાગીરી કરવામાં આવી હોવાની જે તે વખતે પોલીસને જાણ કરાતા પોલીસ દોડી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ કરવામાં આવી હતી.