અમરેલીના બાબાપુર ગામે યુવાનનું ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજયું

અમરેલી,
અમરેલી તાલુકાના બાબાપુર ગામના ધવલકુમાર ભરતભાઇ મકવાણા ઉ.વ.25 ને ધંધા માટે સુરત જવુ હોય ઘરથી તેમને સુરત જવાની ના પાડતા પોતાને લાગી આવતા અમરેલીથી ધારી રોડે જવાના કિસાન ફાર્મ પાસે પોતાનીમેળે ઝાડની ડાળી સાથે શર્ટ વડે ગળાફાંસો ખાઇ જતા મૃત્યુ પામ્યાનું નવલભાઇ ભરતભાઇ મકવાણાએ અમરેલી તાલુકા પોલીસમાં જાહેર કરેલ