અમરેલીના બે યુવાનોના જુદા જુદા બે અકસ્માતોમાં મોત

અમરેલી,અજમેર ઉર્સશરીફમાંથી પરત આવતા રાજસ્થાન સરહદમાં જુદા જુદા બે અકસ્માતોમાં અમરેલીના બે યુવાનોના મોત નિપજતા અમરલી શહેરમાં અરેરાટી મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીમાં ચાંદની ચોકમાં રહેતા અને સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલ અલ્તાફભાઈ ઉર્ફે અલ્લુભાઈ બાબુભાઈ નગરિયા તેમજ જાવીદ કરીમભાઇ ચૌહાણ અને સરફરાઝ કાળુભાઇ બિલખિયા અને અન્ય બે યુવાનો અજમેર છઠ્ઠી શરીફના ઉર્સમાં એક્સયુવી કાર લઈને ગયા હતા. છઠ્ઠી શરીફ ઊર્ષ મનાવી રવિવારના બપોરે આ યુવાનો પરત અમરેલી આવવા નીકળેલ હતા ત્યારે રાજસ્થાનના પાલી જિલ્લાના સૌજત નજીક નાગાબેરી સરહદ વિસ્તારમાં સાંજના પહોંચતા સામેથી અન્ય એક વેન કાર આવી રહી હતી બંને કાર સામસામે અથડાતા એકસયુવી કારમાં બેસેલ અલ્તાફભાઈ ઉર્ફે અલ્લુભાઈ બાબુભાઇ નગરિયા અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી મોત થયું હતું. જ્યારે જાવીદ કરીમભાઇ ચૌહાણને ગંભીર ઇજા થયેલ હતી. જ્યારે સરફરાઝ તેમજ મોહસીન અને અલ્હાજ નામના યુવાનોને સામાન્ય ઇજા થઈ હતી. જાવીદને ગંભીર ઇજા હોવાથી હોવાથી રાજસ્થાનના પાલીના બાંગડ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ હતી હતો. બાદમાં તમામને ગુજરાત ખાતે લાવી જીવીદને ગાંધીનગર ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયો હતો તેમજ સરફરાઝ તેમજ મોહસીન અને અહ્વાજને અમરેલી લવાયા હતા. બીજા અકસ્માતમાં અમરેલીથી કાર લઈને અજમેર ઉર્સમાં ગયેલ યુવાનોની કાર પરત અમરેલી નીકળેલ ત્યારે આબુ રોડ ઉપર શનિવાર વહેલી સવારે અકસ્માત થતા અમરેલીના શકીલ સલીમભાઈ મકવાણાનું મોત થયું હતું.