અમરેલી,
અમરેલીના માંગવાપાળ ગામે ધાડ પાડી લુંટ ચલાવી અપહરણ કરી બળાત્કારના ગુનામાં બે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સહિત 6 શખ્સોને પકડી પાડયા હતા.આ બનાવની વિગત એવી છે કે તા.8-9 ના રોજ માંગવાપાળ ગામે હિંમતભાઇ નારણ ભાઇ ગજેરાની વાડીમાં સુતેલા શ્રમિકો ઉપર સાત આઠ અજાણ્યા શખ્સો લાકડીઓ લઇ ત્રાટકયા હતા અને ફરજાનો દરવાજો તોડી ત્યાં રહેલ લોકોને લાકડીઓ બતાવી બે ફોનની લું ટ કરી અને એક મહિલાને બાઇકમાં ઉઠાવી ગયા હતા. આ બનાવની જાણ થતા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ શ્રી પી.બી. લક્કડ તથા તાલુકા પોલીસ સ્ટેશન ના સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા ચકાસી અને બાતમીદારોના નેટવર્ક તથા ટેકનીકલ સોર્સની મદદથી બનાવનો ભેદ ઉકેલ્યો હતો.પોલીસે દેવગામ અશોકભાઇ પટાણીની વાડીમાંરહેતામધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બદન ઉર્ફે કેકુ પીડીયાભાઇ બાંભણીયા, પાંગલા ઉર્ફે પાગુ રમેશ વેસ્તાસિંહ મહીડા, રે. નાયાભાઇ રાદડીયાની વાડી અને ધનીયા મુકામ ખીમલભુરીયા રે. કોલડા ભરતભાઇ ધીરૂભાઇની વાડી અને કાળુ લુંગસિંગ જાબુ મહેડા રે. કોલડા મુના ભાઇ રાદડીયાની વાડી સાથે બે બાળ કિશોર અપરાધીને બે બાઇક સાથે પકડી પાડયા હતા. આ કામગીરી એસપીશ્રી હિમકરસિંહની સુચના અને ડીવાયએસપીશ્રી જે.પી. ભંડારીના માર્ગદર્શનથી શ્રી પ્રશાંત લક્કડે કરી હતી.