અમરેલીના માત્ર 50 વર્ષની ઉમરનાં સાજા નરવા ડોકટર જાદવને કોરોના ભરખી ગયો

અમરેલી,લોકો કામ ધંધો ભલે કરે પણ સાવચેતી રાખીને કારણકે અમરેલીના માત્ર 50 વર્ષની ઉમરનાં ડોકટર પંકજભાઇ અરૂણભાઇ જાદવને કોરોના ભરખી ગયો છે અમરેલીના ચિતલ રોડે જ્યોર્તિરાવ નગરમાં રહેતા અને 9 તારીખે કોરોનામાં માતાને ગુમાવનાર ડો. જાદવને બે જ દિવસમાં કોરોનાના લક્ષણો દેખાયાં હતા અને આજે 12માં દિવસે કોરોનાએ ડોકટરનો ભોગ લીધો હતો.