અમરેલીના મુખ્યમાર્ગો ઉપર એકસો દબાણો : નોટીસો અપાઇ

અમરેલી,અમરેલી શહેરનો વિસ્તાર ચારેય દિશામાં વધી રહયો છે સાથોસાથ શહેરની જનસંખ્યામાં પણ ઉતરોઉતર વધારો થઈ રહયો છે સાથોસાથ વાહનોની સંખ્યા પણ સતત વધતી જતી હોય શહેરના તમામ રસ્તાઓ સાકડા બની ગયા છે તેમજ મુખ્યમાર્ગ ઉપર અને અનીય વિસ્તારોમાં સૌ જેટલા ગેરકાયદે દબાણો દુર કરવા માટે નગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા નોટીસ ફટકારવાનુ શરૂ કરવા આવ્યુ છે જેમાં આજરોજ જેંશીગપરા શીવાજી ચોકમાં રસ્તાને નડતર રૂપ 23 જેટલા દબાણો દુર કરવા નોટીસ ફટકારી છે. તથા રસ્તાાની વચ્ચે આવેલ હનુનામદાદા ના મંદિરનું સ્થળતર કરવામાં આવશે નગરપાલીકા ની ટીપી. શાખા એ નોટીસો ફટકારતા દબાણ કરતા ખળભળાટ મચી જવા પામ્યોે છે
અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં 100 વધ્ાુ જેટલા રસ્તો ઉપર ગેરકાયદેસર લોકો દ્વારા છેલ્લા 40વર્ષ થી દબાણો રસ્તાઓ ઉપર કરવામાં આવ્યા હોવાના કારણે રસ્તાઓ દિનપ્રતીદિન સાકડા બનતા જતા હોવાના કારણે ટ્રાફિક સમસ્યા વધ્ાુ ઘેરી બનતી જતી હોય નગરપાલિકા ટીપી શાખા દ્વારા આવા રસ્તો નડતર રૂપ રહેલ દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં જેંશીગપરામાં શીવાજી ચોક પાસેનો રસ્તો દબાણ કરતાઓએ દબાવી લીધો હોય 23 જેટલાને દબાણ દિવસ 7માં દુર કરવાની નોટીસ ફટકારવામાં આવતા લોકોમાં દોડધામ મચી જવા પામી છે સાથોસાથ આ રસ્તાની વચોવચ વરસો જુનુ હનુમાનનુ મંદિર આવેલુ છે તે નગરપાલિકા અને આ વિસ્તારના રહેવાશીઓ સાથ સહકારથી આ મંદિરનુ સ્થળાતર કરવામાં આવશે ઉપરાંત શહેરના અનેક રસ્તા ઉપરના દબાણો પણ તબકકાવાર દુર કરવામાં આવશે તેમ નગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખાના સુત્રોએ જણાવ્યું હતું.અત્રે એ ઉલ્લેખનીય છે કે, અગાઉ જયાથી આખી એસટી બસો પસાર થતી હતી તેવા અમરેલીના અનેક રાજમાર્ગો નગરપાલિકાના નકશામાંથી ગુમ થઇ ગયા હોય ત્યા દબાણો હટાવવાની કોઇ કાર્યવાહી થતી નથી આવા માર્ગ તે પાલિકાને ન દેખાતા હોય તો તેને કોણ દેખાડશે ? એકાદ જગ્યાએ થયેલા દબાણની ખુબ કાળજી રાખનારા જાગૃત આગેવાનો આ માટે કેમ મૌન છે ? શુ તે આ ગંભીર મુદે કોઇથી ડરે છે ? તેવો સવાલ શહેરમાં ઉઠવા પામેલ છે.