અમરેલીના મેનેજમેન્ટ ગુરૂ શ્રી પી.પી. સોજીત્રાનો આજે જન્મદિવસ

કોરોનાકાળમાં લોકસેવામાં કોરોનાગ્રસ્ત થવા છતા કોરોનાને મહાત કરનાર પ્રેરણાસ્ત્રોત શ્રી સોજીત્રા ઉપર શુભકામનાઓનો ધોધ

અમરેલી,અમરેલીને વિકાસના પંથે લઇ જનારા અને શહેરને આગવી ઓળખ આપવામાં સિંહ ફાળો આપનાર તથા કોરોનાના કપરા સમયે સમાજના તમામ વર્ગની પાસે મદદગાર બની ઉભા રહેનારા અમરેલીના મેનેજમેન્ટ ગુરૂશ્રી પી.પી.સોજીત્રાનો આજે જન્મદિવસ છે અને તેમના બહોળા મિત્રવર્તુળ, શુભેચ્છકો, ચાહકો, ટેકેદારો અને તેમણે જેમને મદદ કરી છે તેવા હજારો લોકો તેમને આજે શુભકામનાઓ પાઠવશે. અમરેલીના અનોખી સુઝબુઝ અને કોઠાસુઝવાળા આગેવાન શ્રી પ્રદિપભાઇ સોજીત્રા કે જેને લોકો લાડથી અને આદરથી પીપી સાહેબના નામે બોલાવે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ જેમની કાર્યશૈલીથી પ્રભાવિત છે તેવા અમરેલીને અનેક વિકાસ કામો ભેટ દેનારા શ્રી પી.પી.સોજીત્રા આજે 58માં વર્ષમાં પ્રવેશ કરશે.
અમરેલી શહેર માટે અનેક યોજનાઓ બનાવી અમલમાં મુકનારા અને સૌરાષ્ટ્રના સૌથી જુના ગણાતા અમરેલીના માર્કેટયાર્ડની કાયાપલટ કરી દેશના અત્યાધ્ાુનિક માર્કેટયાર્ડની હરોળમાં આવે તેવા ઓનલાઇન વ્યાપાર ધરાવતા માર્કેટયાર્ડનું નિર્માણ કરવા ઉપરાંતના અનેક વિકાસ કામો શ્રી પી . પી. સોજીત્રાએ કર્યા છે આજે તેમને દરેક લોકો તેમના મોબાઇલ નં. 94264 22999 ઉપર શુભકામનાઓ પાઠવશે.