અમરેલીના મોટા આંકડીયા બુથમાં ઘર ઘર સંપર્ક

અમરેલી,
દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના કુશળ નેતૃત્વ અને દૂરંદેશી નિર્ણયથી કેન્દ્રમાં ભાજપ સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સફળ 9 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને શરૂ કરાયેલ “અલ્પકાલિન વિસ્તારક યોજના” અન્વયે “ઘર ઘર સંપર્ક” અભિયાન અંતર્ગત અમરેલી વિધાનસભાના મોટા આંકડિયા ગામના બુથ નંબર 122-123ના પ્રચારક તરીકે સ્ટીકર લગાવી લોકોને જનકલ્યાણની યોજનાઓ વિશે અમરેલીનાં ધારાસભ્યશ્રી કૌશિક વેકરીયા સહિતાં આગેવાનોએ અવગત કર્યા. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમને વડિયાના બુથ નંબર 28-29 ના કાર્યકર્તા મિત્રો સાથે વર્ચ્યુઅલી નિહાળ્યો અને પ્રધાનમંત્રીશ્રીનું અમૂલ્ય માર્ગદર્શન મેળવ્યું હતુ.