અમરેલી,
અમરેલી તાલુકાના મોટા માંડવડા ગામે નાથાભાઇ સોમાભાઇ મહીડા તથા તેમના પત્ની મંજુબેન પોતાના ઘરે કામ કરતા હતા.તે દરમ્યાન વરસાદના કારણે ફળીયામા તથા બજારમાં પાણી ભરેલ હોય.ઘર નજીક પીજીવીસીએલનો થાંભલો હોય આ થાંભલા કે ઘરમાથી કોઇ ઇલેકટ્રીક પાવરના અથિગના કારણે વીજશોક લાગવાથી મંજુબેનને સારવાર માટે દવાખાને ખસેડાતા સારવાર દરમ્યાન મૃત્યું નીપજયાનું નાથાભાઇ મહીડાએ અમરેલી રૂરલ પોલીસ મથકમા જાહેર કરેલ છે.