અમરેલીના મોણપુરમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની 91 બોટલો ઝડપાઇ

અમરેલી,
શ્રીહિમકર સિંહ, પોલીસ અધિક્ષક, અમરેલી દ્વારા અમરેલી છ્લ્લામાં દારૂ-જુગારની બદ્દી દુર કરવા દારૂ-જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના પર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એમ.એ.મોરી, ઇન્ચા.પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ. જે અન્વયે આજરોજ અમરેલી રૂરલ પોલીસના સર્વેલન્સ સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મોણપુર ગામે, ચિતલ પ્લોટ વિસ્તારમા રહેતા પ્રકાશભાઇ રાણાભાઇ ડેરના રહેણાક મડાને 2ઇડ કરતા અલગ-અલગ બ્રાંડની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની 750 એમ.એલ.ની બોટલ નંગ-91 કિ.રૂ.43,135/- તથા 180 એમ.એલ.ની બોટલ નંગ-192 કિ.રૂ.24,000/- એમ મળી કુલ કિં.રૂ.67,135/- નો મુદ્દામાલ પકડી પાડી તથા ઘરે હાજર નહિ મળી આવેલ આરોપી પ્રકાશભાઇ રાણાભાઇ ડે2 રહે,મોણપુર ચિતલ પ્લોટ વિસ્તાર તા.67.અમરેલી વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ મુજબ ધોરણસર થવા કાર્યવાહિ કરેલ છે.