અમરેલીના મોણપુર ગામે યુવતીનો આપઘાત હત્યાની થયાની શંકા દર્શાવતા મૃતકનાં પિતા

અમરેલી,
અમરેલી તાલુકાના મોણપુર ગામે દલિત પરિવારની દિકરીને પોતાના ગામના પાર્થ જેઠાભાઇ ભેડા સાથે પ્રેમ સંબંધ હોય અને જાહેર કરનાર યુવતીનાં પીતા તેમજ પાર્થની જ્ઞાતી અલગ હોય અને પાર્થ જાહેર કરનારની દિકરી સાથે માત્ર સમય પસાર કરતો હોય અપનાવવા માંગતો ન હતો અને ગત તા.20/3 ના મોડીરાત્રે મરનાર ઘરેથી જતી રહેલ તે વાતની અને પ્રેમસંબંધની જાણ થઇ ગયેલ અને પરિવારના સભ્યો આ પ્રશ્ર્ને વધસે તે ડરે પાર્થ મરનારને સાચવશે નહિં તે ડરે મનમાં લાગી આવતા મરનારે પોતાની મેળે તેમના રહેણાંક મકાને ઠેલ સાથે દુપટો બાંધી ગળાફાંસો ખાઇ મૃત્યુ પામેલ તેમજ જાહેર કરનારની દિકરીને પાર્થ જેઠાભાઇ ભેડા તથા પ્રકાશભાઇ હરસુરભાઇ ભેડા સાથે ગતરાત્રે ગયેલ અને આ વાતની પાર્થના પિતા જેઠાભાઇ રામભાઇ ભેડાને પણ જાણ હોય જેથી આ ત્રણે પૈકી આ વાત બહાર ન આવે તે ડરના કારણે જાહેર કરનારની દિકરીને કોઇપણ રીતે મારી નાખી પોતાના ઘરમાં દુપટા સાથે બાંધી મોત નિપજાવ્યાનું જાહેર કરનારનું માનવુ છે અને આ ત્રણેયે જાહેર કરનારની દિકરીનું મોત નિપજાવેલ હોવાની શંકા હોય જે બાબતે તપાસ થવા પોલીસમાં જાણ કરેલ છે.આ અંગે આ બનાવની તપાસ ઇન્ચાર્જ પીઆઇ એમ.એ.સિંહ ચલાવી રહયા છે.