અમરેલીના યુવાધનનો કેનેડા તરફ અવિરત પ્રવાહ

અમરેલી,
અમરેલીનું ઇસરોના યોગદાન એ સમાચાર અવધ ટાઇમ્સમાં પ્રસિધ્ધ થયા પછી બીજા દિવસે શ્રી બીપીનભાઇ જોષી સાથે વાત થયા પછી ખબર પડી કે, ચંદ્ર યાન- 3ની સફળ ઉડાનના પ્રોજેકટ હેડ જ આપણા અમરેલીના શ્રી ભરતભાઇ મહેતા હતા. આ તેજસ્વી વિદ્યાર્થીએ જે તે વખતે આગળ આવવા માટે અભ્યાસ કરવા માટે અમરેલી છોડવુ પડયું હતુ આ એક જ નહી પણ સાથે સાથે અમરેલીના ચાર ચાર હીરાઓએ ઇસરોમાં યોગદાન આપેલ છે.અને અમરેલી જેવા શહેર બહાર જઇને દેશ માટે કંઇક કરી છુટયા છે પણ આવુ દરેક સાથે નથી થતુ.તેનું કારણ છે કે હજુ પણ આપણે ત્યા રોજગારી માટે તકો નથી, સ્કીલ પ્રમાણે સેલરી નથી અને વિપુલ પ્રમાણમાં જગ્યા નથી એના કારણે અમરેલીએ ખુબ જ ખોયું છે તેના કારણે આજે પણ અમરેલીથી યુવાધન અવિરત બહાર જઇ રહયું છે અને હવે સૌથી વધ્ાુ યુવાનો અને યુવતીઓએ કેનેડાની ધરતી ઉપર દોટ મુકી છે.અમદાવાદ, મુંબઇ, બેંગલોર,કોલકતા, ચેન્નનાઇ જેવા મોટા સીટીમાં કદાચ વિદેશ જેવી સગવડતા હશે પણ આપણે ત્યા હજુ રોજગારી, પરિવહન અને સુવિધાનો અભાવ હોવાથી સામાન્ય યુવાધન પાસે બહાર જવા સીવાય કોઇ રસ્તો નથી અમરેલી જિલ્લાનો એકેય તાલુકો એવો નહી હોય કે જયાથી યુવાનો કેનેડા નહી ગયા હોય કારણ કે ત્યા ભણવાની સાથે સાથે જોબ પણ મળતી હોવાથી યુવાનોનો પ્રવાહ શરૂ છે પાટીદાર અગ્રણી શ્રી શરદ ધાનાણીના જણાવ્યા અનુસાર ગયા વર્ષે એકલા અમરેલી શહેરના ગજેરાપરા વિસ્તારના જ 54 યુવક-યુવતીઓ કેનેડા ગયા હતા તેમણે ઘેર ઘેર જઇ ગણત્રી કરી હતી. વિદેશમાં કેનેડા જ શા માટે તો તેનો જવાબ છે ત્યા જવા, ભણવા, રહેવા,ખાવા-પીવા માટે એક વર્ષનો ખર્ચ સરેરાશે 20 લાખ થાય છે જેની પાસે સગવડ છે તેના માટે કોઇ સવાલ નથી પણ જેની પાસે રૂપિયા નથી અને સ્કીલ છે તે કેનેડા જવા માટે લોન લઇને કેનેડા જાય છે અને એક વર્ષમાં લોન લીધ્ોલ 20 લાખ જેવી રકમ કમાઇને છોકરાઓ પરત મોકલે છે સાથે સાથે ડીગ્રી પણ મેળવી લે છે મા-બાપને એમ જ હોય છે કે સંતાન ભણીને પરત આવશે પણ, આવુ કયારેક જ બનતુ હોય છે. એ ત્યા જ વસી જાય છે જેમ કે બ્રીટનનું લેસ્ટર ત્યા જાવ તો ગુજરાતી જ જોવા મળે આપણા ધારાસભ્યો જેવા પાવર ધરાવતા કોર્પોરેટરો પણ આપણા જ હોય છે.આવુ જ કેનેડામાં થવાનુ છે ભલેને ત્યા સૌથી પહેલા સરદારજી ગયા હોય !