અમરેલીના યુવાનનું ચિતલ નજીક બાઈકમાંથી પડી જતા માથામાં ગંભીર ઈજા થતા મોત નિપજ્યું

અમરેલી,

અમરેલી તાલુકાના ચિતલ ગામ નજીક અમરેલીના તીલકભાઈ અરવિંદભાઈ સોલંકી ઉ.વ. 27 પોતાનું હોન્ડા સાઈન જી.જે. 14 એ.સી. 0151 લઈને નીકળેલ ત્યારે ચિતલ નજીક પોતાનું બાઈક પુરઝડપે ચલાવતા અકસ્માત કરતા અથવા કોઈ કારણોસર બાઈકમાંથી પડી જતા માથામા ગંભીર ઈજાઓ થતા મૃત્યું નિપજયાનું પિતા અરવિંદભાઈ સોલંકીએ અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ બનાવની તપાસ પી.એસ.આઈ. વી.વી. ગોહિલ ચલાવી રહયા છે.