અમરેલીના રાંઢીયામાં સસરાએ પુત્રવધ્ાુ હલીમાનું ગળુ કાપી નાખ્યું

અમરેલી,

અમરેલીના રાંઢીયા ગામે સસરાએ પુત્રવધ્ાુનું ગળુ કાપી પોતાના ગળે પણ છરી ફેરવી દેતા ત્રણ માસ પહેલા જ સાસરે આવેલી હલીમાનુ કરુણ મોત નિપજયુ છે અને પુત્રવધ્ાુનુ ગળુ કાપી નાખનાર સસરાને સારવારમાં સિવિલમાં ખસેડાયેલ છે.આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલી તાલુકાના રાંઢીયા ગામે મફત પ્લોટ વિસ્તારમા રહેતી અને ત્રણેક માસ પહેલા જ જેના લગ્ન થયેલ તે હલીમાબેન સીકંદરભાઇ પઠાણ ઉ.વ.21 ને કોઇ પણ કારણોસર પોતાના ઘરે આજે સવારના 8:30 કલાક પહેલા આરોપી સસરા સુભાનભાઇ અલીભાઇ પઠાણે ગળાના ભાગે છરી ના ઘા મારી જીવલેણ ઇજા કરી મોત નીપજાવ્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં મૃતક મહિલાના ભાઇ યાસીનશા બફાતીશા પઠાણ રહે.ચિતલ જશવંતગઢ વાળા એ ફરિયાદ નોધાવતા આ બનાવની તપાસ ઇ.ચા.પી.આઇ પી.બી.લકકડ ચલાવી રહયા છે.સસરા એ પુત્રવધ્ાુની હત્યા કયૉ બાદ પોતે પણ ગળે છરી ફેરવી દેતા તેમને અમરેલી સીવીલ હોસ્પીટલમા ખસેડવામા આવેલ છે. ફરિયાદી બફાતીસા લાલસા પઠાણનાં જણાવ્યા અનુસાર મારા માતાપિતા સાથે ચિતલ જશવંતગઢ જુની લાતી બજાર ખાતે રહું છુ અને મજુરી કામ કરૂ છું. પાંચ ભાઇ બહેન છીએ જેમાં સૌથી મોટી બહેન રેશ્માબહેન સરસીયા ગામે સાસરે છે તેનાથી નાની રજીયાબેન ચલાલા ગામે સાસરે છે અને તેમાંથી નાની રાબીયા બાબરા સાસરે છે. તેનાથી નાનો હું અને મારાથી નાની બહેન હલીમાનાં આજથી ત્રણેક માસ પહેલા રાંઢીયા ગામના સીકંદર સુભાનભાઇ પઠાણ સાથે લગ્ન થયેલ હું મારા ઘરે હતો ત્યારે સવારે 8 થી 9 વાગ્યાનાં સમયમાં મારા કાકા રહીમશાનાં દીકરા બાસીદશાહનું ફોન આવેલ અને વાત કરેલ કે, હલીમાબહેનનાં ઘરે કંઇક ડખો થયેલ છે. તેવી મની વાત મળી છે. તુ તપાસ કર જેથી મે મારી બહેન હલીમાને ફોન કરેલ તો બે રીંગ કરવા છતા ફોન ઉપાડેલ નહીં જેથી હું બાઇક લઇ મારી બહેન હલીમાના ઘરે રાંઢીયા ગામે ગયેલ ત્યારે મારી બહેનનાં ઘરે ડેલી પાસે ત્રણ ચાર માણસો બેસેલ હતાં. હું અંદર ગયેલ તો ઓસરીમાં મારી બહેન હલીમા લોહી લુહાણ અને મરણ ગયેલ હાલતમાં પડેલ
તેના ગળાના ભાગે કોઇ તીક્ષ્ણ હથિયારથી ઉંડો ઘા કરી ગળુ ચીરી નાખેલ હતું. અને મારી બહેન જે રૂમમાં રહેતી હતી તે રૂમનાં ભોય તળીયે લોહીનફં ખાબોચીયુ ભરેલ હતું. અને આખો રૂમ લોહીથી લથપથ હાલતમાં હતો. જેથી હું ત્યાથી નિકળી મારા ઘરે આવી મારા મમ્મી પપ્પાને વાત કરેલ અને ત્યારબાદ મને જાણવા મળેલ કે, મારી બહેન હલીમાને તેના સસરા સુભાનભાઇ અલીભાઇ પઠણા રહે.રાંઢીયાવાળાએ કોઇ કારણોસર આજે સવારે 8:30 વાગ્યા પહેલા કોઇપણ સમયે ગળાના ભાગે છરી વડે ગળુ ચીરી મોત નિપજાવેલ અને તેઓએ પણ પોતાની જાતે તેના ગળા ઉપર છરી વડે ઇજા કરી આપઘાત કરવાની કોશીષ કરેલ.