અમરેલીના રાજુલાના કોવાયાની બજારમાં ગત રાતે સિંહે શ્વાન પાછળદોટ મૂકી

અમરેલી જિલ્લાના રાજુલાના કોવાયા ગામની બજારમાં ગત રાતે એક સિંહ શિકારની શોધમાં ચડી આવ્યો હતો. શિકારની શોધમાં આવેલા સિંહે એકશ્વાન પાછળદોટ મૂકી હતી. જે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબજ વાઈરલ થયો છે. બીજી તરફ રાજુલાના રામપરામાં મોડી રાતે સિંહનું ટોળું ચડી આવ્યું આવ્યું હતું. જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ગત રાતે રાજુલાના કોવાયા ગામની બજારમાં એક સિંહ શિકારની શોધમાં આવી ચડ્યો હતો. જે દરમિયાન એકશ્વાન દેખાતા સિંહે શ્વાન પાછળદોટ મૂકી હતી.

જે બાદ શ્ર્વાનોમાં અફરાતફરી મચી ગઈ હતી. ગ્રામ્ય વિસ્તારમાં સિંહે દેખા દેતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. શિકારની શોધમાં સિંહ બજારમાં આવી ચડતા કોવાયા ગામના એક દુકાનદારે સિંહનો વીડિયો કેમેરામાં કેદ કરી લીધો હતો. જે વીડિયોમાં સિંહ શ્વાન પાછળદોટ મૂકતો જોવા મળે છે. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબજ વાઈરલ થયો છે. મહત્વનું છે કે છેલ્લા ૧૫-૨૦ દિવસથી ૩ સિંહો રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ચડી આવ્યાં છે. જેને લઈને માલધારીઓ અને ખેડૂતોમાં ભયો જોવા મળી રહૃાો છે.

બીજી તરફ રાજુલાના રામપરા ગામમાં મોડી રાતે શિકારની શોધમાં સિંહનું ટોળું ફરી એકવાર ચડી આવ્યું હતું. થોડા દિવસ પહેલા જ આ સિંહોએ પશુનું મારણ કર્યું હતું. જેથી વનવભાગ દ્વારા નાઈટ પેટ્રોલિંગ વધારવા સ્થાનિકો માંગ કરી રહૃાાં છે. ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડેલા સિંહો સીસીટીવીમાં કેદ થયા હતાં.