અમરેલી,
અમરેલીના લાઠી રોડ ઉપર હુંડાઈના શો રૂમમાં બે વર્ષ પહેલા તસ્કરોએ ત્રાટકી શોરૂમમાંથી તીજોરી ઉપાડી ખેતરમાં લઈ જઈ રોકડ રૂ/-અંદાજીત 6 લાખ જેવી ચોરી થયેલ . અને તસ્કરો સીસીટીવી કુટેજમાં જોવા મળેલ છતા પણ હજુ સુધી આ ગુનામાં પોલિસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલાયો નથી.ત્યાં ફરી લાઠી રોડ ઉપર જુદી જુદી ત્રણ સોસાયટી વિસ્તારોમાં તસ્કરોએ તરખાટ મચાવી પોલિસને પડકાર ફેંકયો છે. અમરેલી શહેરના લાઠી રોડ ઉપર ગણેશ ચોકવાળી શેરી કે.કે. પાર્કમા રહેતા કર્મકાંડનું કામ કરતા શાસ્ત્રી કમલેશભાઈ બાલાશંકરભાઈ જાનીના બંધ મકાનમાં તા. 15-10 ના વહેલી સવારે કોઈ તસ્કરોએ રહેણાંક મકાનમાં દિવાલ કુદી મકાનના લોખંડની ગ્રીલના મેઈન દરવાજાનો આલ્ડ્રાફના નકુચા તોડી મકાનમાં પ્રવેશ કરી રોકડ રૂ/-5,80,000 તથા સોનાનો બે તોલાનો ચેઈન , લીનોવો કંપનીનું લેપટોપ , પાવરબેંક સહિતની તસ્કરોએ ચોરી કરી અક્ષરધામ સોસાયટીમાં અલ્પેશભાઈ ભગવાનભાઈ રાઠોડ , હરીઓમ ટીફીનવાળાને ત્યાં પણ રાત્રિના દરવજાના લોક તોડી મકાનમાં પ્રવેશી બે ટીફીનની ચોરી કર્યાની તેમજ અમરેલીના ધરમનગરમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યાનું સુત્રોમાંથી જાણવા મળે છે.તસ્કરોએ ચોરી કરી તરખાટ મચાવ્યા બાદ પોલિસ દોડતી થઈ છે. જેથી ઘોડા દોડી ગયા પછી તબેલાના તાળા મારવા જેવો ઘાટ સર્જાયાનું લોકોમાં ચર્ચાય રહયું છે.