અમરેલીના લાઠી રોડ રેલ્વે ફાટક પાસેનો વિડિયો બન્યો સોશિયલ મિડિયામાં હોટફેવરિટ બની ગયો

અમરેલી,
અમરેલીના શિક્ષણપ્રેમી કેવલભાઇ મહેતા અને સામાજીક કાર્યકર કિશનભાઇ શીલુ દ્વારા 31 ઓગસ્ટ ના રોજ લાઠી રોડ ખાતે લોકોની વ્યથા અને મુશ્કેલી વરસાદી પરીસ્થિતીમાં લાઠી રોડ નો મુખ્ય માર્ગની સમસ્યા ઘણા સમયથી લોકો ભોગવી રહ્યા છે.લગભગ દર વર્ષે રેલ્વે ક્રોસ પાસે રોડ બને છે અને તુટે છે.આવી વિપરીત પરીસ્થિતીમા લાઠી રોડ ને મુખ્ય માર્ગ તરીકે ઓળખાતો હોય અને દિવસ દરમિયાન હજારો વાહન અહીથી પસાર થાય છે.જેમા મસમોટા ક્રોસિંગ પાસે ખાડા હોવાથી ટુ વ્હીલર સ્લીપ થઈ ઘણા પડી અને ઇજા પહોંચતી હોય છે.તદ ઉપરાંત પોતાની કિંમતી વસ્તુ પણ પાણીના વહેણમાં વહી જતી હોય છે.ચાલુ વરસાદમાં આવા અઢળક પ્રશ્નોથી લાઠી રોડ રેલ્વે ક્રોસિંગ પાસે લોકો ભોગવી રહ્યા છે.આ સમસ્યાને લાઠી રોડના જાગૃત નાગરિક અને અમરેલી શહેરમાં ઘણી બધી સામાજીક પ્રવૃતિમાં અગ્રેસર ભુમિકા ભજવનાર કેવલભાઇ મહેતા અને કિશનાભાઈ શીલુ દ્વારા એક જાગૃતિનો વિડિયો બનાવ્યો હતો.જે અમરેલીમાં સોશિયલ મિડિયામાં ખુબજ પ્રચલિત થયો હતો.અને અમરેલીની જનતાએ ખુબજ શેર કર્યો હતો.સોશિયલ મિડિયા ધુમ મચાવતો વિડિયો અમરેલીના 108 સમાં સાંસદ શ્રી નારણભાઇ કાછડિયાને ધ્યાન આવતા આ સમસ્યાનુ ત્વરીત નિકાલ માટે રેલ્વેના ડી.એલ.એન. અધિકારી અને આર.બી. ડીવીઝનના અધિકારીને સમસ્યાનો વહેલી તકે અંત આવે તે સંદર્ભે લેખીત રજુઆત કરી.તેમજ અમરેલી જીલ્લાના યુવા પ્રતિનિધિ અને પુરજોશથી તમામ લોકહીતના કાર્યમાં અગ્રેસર ભુમિકા ભજવનાર જિલ્લા ભાજપના મહામંત્રી કૌશીકભાઇ વેકરીયા તેમજ અમરેલી નગરપાલિકાના સૌથી સફળ નગરપાલિકા સદસ્ય હરપાલભાઇ ધાધલ,સમીરભાઈ જાની,રોહિતભાઇ રાઠોડ,કિરણબેન વામજા,અમરેલી આરોગ્ય સમિતિના ચેરમેન મૌલિક્ભાઇ ઉપાધ્યાય રાજુભાઇ કાબરિયા,મેહુલભાઇ દેસાઈ તેમજ આ સમગ્ર રજુઆતનુ સંકલન કરનાર શહેર ભાજપ મહામંત્રી બ્રીજેશ્ભાઇ દ્વારા કરવામા આવ્યુ અને લાઠી રોડ રેલ્વે ક્રોસિંગ પાસેના વિડિયો બાબતે અમરેલી લાઠી રોડના લોકોએ કેવલભાઇ મહેતા અને કિશનભાઇ શીલુ નો આભાર વ્યક્ત કર્યો હતો.