અમરેલી,
અમરેલી તાલુકાના લાપાળીયા નજીક બોરાળાથી કેરાળા જઈ રહેલ સુનિલભાઈ મહેશભાઈ ડાવર , પત્નિ લાલભાઈ સુનિલભાઈ ડાવર, શર્મીલા સુનિલભાઈ ડાવર ઉ.વ.5 તથા રેશ્મા સુનિલભાઈ ડાવર ઉ.વ.3 બાઈકમાં જતા હતા ત્યારે ઈકો વાહનના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવતા થોડી વાર માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વર્ષની રેશ્મા નામની બાળકીને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે મોત થયું હતું.જેથી પરીવારમા શોકનો માહોલ છવાયો હતો. જયારે ઈજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આ અકસ્માતની ઘટનામા અમરેલી તાલુકા પોલિસ મથકમાં ઈકો કાર ચાલક સામે ગુનો નોંધી કાર ચાલકને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી .