અમરેલીના લેન્ડગ્રેબીંગ કેસમાં 14 આરોપીઓનાં જામીન મંજુર

  • ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી મુકવામાં આવતા ચુકાદો અપાયો

અમરેલી,
અમરેલી જેસીંગપરાના લેન્ડગ્રેબીંગના બહુચર્ચીત કેસમાં 14 વેપારી આરોપીઓની પોલીસે ધરપકડ કર્યાબાદ કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જેમાં શબીરભાઇ જેસુદીનભાઇ ત્રવાડી, ધીરૂભાઇ માધાભાઇ રાઠોડ, પાર્થ હિંમતભાઇ ભાડ, સનિ દિનેશભાઇ સાવલીયા, પ્રતાપભાઇ મોહનભાઇ સાવલીયા, ભરતભાઇ શિવશંકરભાઇ પંડ્યા, સુરેશભાઇ શિવશંકરભાઇ પંડ્યા, ઘનશ્યામભાઇ રવજીભાઇ કાછડીયા, બચુભાઇ ભગવાનભાઇ ભટ્ટી, ધીરૂભાઇ રવજીભાઇ પટોળીયા, મધ્ાુભાઇ શંભુભાઇ સુખડિયા, કેશુભાઇ જેરામભાઇ બુટાણી અરજદાર તર્ફે એડવોકેટ જે.એલ.સોજીત્રા, નિશિત પટેલ જ્યારે પ્રવિણ બાબુ માંગરોળીયા અને સંજય રમણીક રફાળીયાની જામીન અરજી એડવોકેટ એ.ડી.વાળા, બકુલભાઇ પંડ્યા દ્વારા તેમજ સરકારી પી.પી.જે.બી રાજગોરની દલીલોના અંતે અમરેલી ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી મુકવામાં આવતા મેજીસ્ટ્રેટ આર.આર.દવેની કોર્ટમાં દરેક આરોપીઓને રૂા.15,000ના જામીન તેમજ તેટલી જ રકમના જાત મુચરકા કરી જામીન મુક્ત કરવા કોર્ટે હુકમ કરેલ છે.