અમરેલીના વાવડી રોડ ગામે બ્રહમલીન પ.પૂ. સ્વામી નિર્દોષાનંદજી સરસ્વતી મહારાજની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

અમરેલી,અમરેલીના વાવડી(રોડ) ગામના આંગણે બ્રહ્મલીન પ.પૂ. શ્રીમત પરમહંસ પરીવ્રાજકાચાર્ય,ક્ષેત્રીય બ્રહ્મનિષ્ઠ, કનક-કાંતા ના ત્યાગી, સનાતન ધર્મ ધર્મધુરંધર, શિવસ્વરૂપ સદગુરુ સ્વામી નિર્દોષાનંદજી સરસ્વતી મહારાજની સુંદર મંગલમુર્તિની બે દીવસિય પ્રાણ પ્રતિષ્ઠા નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તા.9 ના રોજ સવારે ગુરુમૂર્તિને વિવિધ દ્રવ્યોથી અભિષેક કર્યા બાદ ગુરુમૂર્તિની વાજતે ગાજતે ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવી હતી. તેમાં સંતો મહંતો સાથે ધારાસભ્ય વિરજીભાઈ ઠુમર તેમજ ગામના આગેવાનો તેમજ સમસ્ત વાવડી ગામ જોડાયું હતું. તા.10 ને મંગળવાર ના રોજ ધુળેટી ના દિવસે સવારે વાવડી ખાતે આવેલ પ.પૂ. સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી સત્સંગ આશ્રમ ખાતે સવારે મહાપૂજાના પ્રારંભ સાથે ગુરુમૂર્તિ નો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. એ પ્રસંગે સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ તેમજ સ્વામી ભોળાનંદ સરસ્વતીજી મહારાજે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ સમૂહ ગુરુઆરતી કરવામાં આવી હતી. એ શુભ પ્રસંગે અમરેલીના ધારાસભ્ય વીરજીભાઇ ઠૂમમર તેમજ અમરેલીના પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉઘાડની સાથે સમસ્ત વાવડી ગામ તેમજ કુંકાવાવ તાલૂકા તથા જિલ્લામાંથી સેવક સમુદાય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયો હતો.