અમરેલી,
તા.22/03/2023 ને બુધવાર ના રોજ અમરેલી સર્કિટ હાઉસ ખાતે ગુજરાત વિધાનસભા ના ઉપદંડક શ્રી કૌશિક વેકરીયા અધ્યક્ષતા માં અમરેલી સીટી સર્વે કચેરી માં પ્રોપર્ટી કાર્ડ નોંધણી માં પડતી મુશ્કેલી,બિનખેતી થયા વગર ના મકાન ના દસ્તાવેજ માં પડતી તકલીફ,અશાંતધારા વિસ્તાર માં દસ્તાવેજ કરવા માં પડતી મુશ્કેલી અંગે ની મિટિંગ મળેલ હતી જેમાં જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા,સીટી સર્વે તરફ થી અધિકારીશ્રીઓ ,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજુભાઈ કાબરિયા,નગરપાલિકા પ્રમુખ શ્રી રામાણી,બાંધકામ સમિતિ ના ચેરમેન શ્રી પીન્ટુભાઇ કરુન્દલે,શ્રી પી પી સોજીત્રા ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં અમરેલી શહેર માં લાગુ પડતા પ્રશ્ર્નોે અંગે બિલ્ડર એસોસિયેશન તરફથી ચંદુભાઈ વોરા, દીપકભાઈ મહેતા, દસ્તાવેજ ઘડનાર પરેશભાઈ આચાર્ય, ઠાકરદાદા તેમજ કન્સલ્ટિંગ સિવિલ એન્જીનીયર એસોસિયેશન તરફ થી કૌશિકભાઈ ટાંક ઉપસ્થિત રહી શહેર ના નગરજનો ને પડતી તકલીફ અંગે ની વિસ્તૃત ચર્ચા કરવા માં આવી અને જિલ્લા કલેક્ટર તરફ થી અમરેલી ઓફિસ થી બનતી તમામ પ્રક્રિયા સરળ કેમ બને તેની ખાતરી આપવા માં આવી હતી અને કાયદાકીય રીતે બનતી ગૂંચ માટે સરકાર માં વિશેષ રજુઆત કરવા નગરજનો નું પ્રતિનિધિમંડળ ને લઇ રાજ્યકક્ષાએ કેમ યોગ્ય નિવેડો લાવી શકાય તે અંગે શ્રી કૌશિક વેકરીયા એ કાર્યવાહી કરાવવા બાહેંધરી આપવામાં આવી જે અંગે અમરેલી નું પ્રતિનિધિ મંડળ ટૂંક સમય માં યોગ્ય રજુઆત તૈયાર કરી શ્રી કૌશિક વેકરીયા ની હાજરીમાં આગામી દિવસોમાં રાજ્ય સરકારને રજુઆત કરવા જશે.