અમરેલીના વિવિધ વિસ્તારોમાં પોલીસે માસ્ક સાથે ગુલાબના ફુલ વિતરણ કર્યા

  • કોરોના વધતો જતા એસપીની સુચનાથી કરાયેલી કામગીરી

અમરેલી,
આજ રોજ એસ પી નિર્લિપ્ત રાઈ સૂચના અનુસાર અમરેલી સિટી પોલીસ સ્ટેશન દ્વારા સિટી પી આઈ જે જે ચોધરી, પી.એસ.આઈ વિવી પંડ્યા, તથા અમરેલી પોલિસ સિટી સ્ટાફ ટ્રાફિક બ્રિગેડ જવાનો સાથે રાખીને અમરેલી શહેર ના જુદા જુદા વિસ્તાર જેમ કે રાજકમલ ચોક, ઇન્દિરા શોપિંગ સેન્ટર, હરી રોડ, હવેલી ચોક, ટાવર ચોક, તેવા મુખ્ય માર્ગો પર અમરેલી શહેર પોલીસ દ્વારા કોરોના ની મારા મારી ને ધ્યાન માં રાખી ને અમરેલી પોલીસ દ્વારા માસ્ક અને ગુલાબ આપી ને અમરેલી શહેર ની જનતા માં જાગૃતા લાવવામાં આવી હતી.