અમરેલીના વેપારીનો ડેમમાં કુદી આપઘાત

 

  • વિનાયક મેડીકલવાળા સંદિપભાઇ ઘીનૈયા મંગળવારે બપોરે 1 વાગ્યાથી ઘેરથી ગાયબ હતા : સાંજે ખોડીયાર ડેમેથી બાઇક અને ચપ્પલ મળી આવેલ : બુધવારે સવારે ડેમમાંથી લાશ મળી આવી : શહેરમાં 20 નામો સાથેની સ્યુસાઇડ નોટની ચર્ચાથી ખળભળાટ
  • માથે કરોડોનું મીટર ફરતુ હોવાની ચર્ચા : અમરેલી શહેરમાં ટોક ઓપ ધ ટાઉન

અમરેલી,
અમરેલીના મેડીકલ સ્ટોરના વેપારીએ માથે દેવુ વધતા ખોડીયાર ડેમમાં જંપલાવી આપઘાત કરી લેતા અમરેલી શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ બનાવની વિગત એવા પ્રકારની છે કે અમરેલીમાં માણેકપરામાં વિનાયક મેડીકલ સ્ટોર ધરાવતા અને બ્રાહ્મણ સોસાયટીમાં રામનગર શેરી નં.4 માં રહેતા સંદિપભાઈ નાથાલાલ ઘીનૈયા ઉ.વ.43 ગઇ કાલે બપોરે 1 વાગ્યાથી ગાયબ થઇ ગયા હતા અને તેમની ગઇ કાલે ભારે શોધખોળ કરાયા બાદ સાંજે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ તેમના ભાઇ હિરેનભાઇએ કરી હતી.સંદિપભાઇ ગુમ થતા તેમના પરિવારજનો દ્વારા ઠેર ઠેર શોધખોળ ચલાવવામાં આવી હતી અને મોડી સાંજે ધારીના ખોડીયાર ડેમ પાસે તેમની બાઇક અને ચપ્પલ મળી આવતા ડેમમાં શોધખોળ શરૂ કરાઇ હતી પરંતુ અંધારૂ થતા તે શોધખોળ અટકાવી દેવાઇ હતી ધારીના પીએસઆઇ શ્રી એન.એ.વાઘેલાની ટીમ દ્વારા રાત્રીના શોધખોળ ન થઇ શકતા વહેલી સવારથી ડેમે શોધ શરૂ કરાતા સંદિપભાઇની લાશ પાણીમાં ઉપર તરતી મળી આવી હતી.
સંદિપભાઇ ઉપર દેવું વધી જતા અને આર્થિક સંક્રમણથી કંટાળી અમરેલીથી બાઈક લઈને ધારી ખોડીયાર ડેમ પહોચીને ખોડીયાર મંદિરના ઘુનામાં પડી આપઘાત કરી લેતા મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યુ છે આ બનાવ અંગે નાનાભાઈ હિરેનભાઈ ઘીનૈયાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે અને અમરેલી શહેરમાં તેના ગુમ થવાની તપાસ એ.એસ.આઇ. શ્રી ભરતભાઇ વાળા ચલાવી રહયા છે શહેરમાં થતી ચર્ચા મુજબ સંદિપભાઇએ 20 લોકોનું લીસ્ટ તૈયાર કર્યુ છે અને તેમાં કરોડો રૂપીયાનું વ્યાજ ચડયુ હોવાનું અને તે વ્યાજ ચુકવવા વ્યાજે પૈસા લેતા હોવાનું લખ્યુ હોવાનું શહેરમાં ચર્ચાય છે પરંતુ ધારીથી કઇ સ્યુસાઇડ નોટ મળી નથી તો તેમની આ સ્યુસાઇડ નોટની ચર્ચા કેરી રીતે જન્મી તેવો સવાલ ઉભો થયો છે પોલીસ દ્વારા આ ઘટનામાં જીણવટભરી તપાસ શરૂ કરાઇ છે.