અમરેલી,
અમરેલીનાં વેપારી સાથે લીલીયાનાં મોબાઇલનાં વેપારીએ રૂા.સાડા આઠ લાખની ઠગાઇ કર્યા અંગે અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર અમરેલીના ઇલેકટ્રોનિકસનો શોરૂમ ધરાવતા વેપારી પાસેથી ઉધારમાં માલ લઇ અને અમરેલીના વેપારીને ઇલેકટ્રોનિકસ આઇટમોની ઉધારી ચુકવવાને બદલે રૂા.862833/-ની રકમનો ચુનો લગાવનારા લીલીયાના પાયલ મોબાઇલના ભરત ગરાણીયા ઉપર અમરેલી શહેર પોલીસમાં ગુનો દાખલ કરાયો છે.