અમરેલી જિલ્લામા આવેલા રાજુલા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા શિયાળ બેટ ગામના આગેવાનો યુવાનો સાથે મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ ચૌધરીને સચિવાલય ઓફિસ ખાતે રૂબરૂ મળી રજુઆત કરવામાં આવી હતી. જેમાં વિવિધ મુદ્દે માછીમારોને પડતી હાલાકી મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી. રજૂઆતમાં વલસાડ તથા અન્ય બંદરો પર રજિસ્ટ્રેશન કોલ થયેલા બોટને જાફરાબાદ બંદર પર નોંધણી કરી આપવામાં આવે, શિયાળ બેટ અને ચાંચ બંદર ફિશિંગ જેટી બનાવવામાં આવે, દરિયાઈ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવે, દરિયાકાંઠાના ધારાબંદર, જાફરાબાદ, શિયાળ બેટ, ચાંચ બંદર, ખેરા સહિતના ગામોમાં દરિયાઈ મોજાથી થતું ધોવાણ અટકાવવા માટે પુર સંરક્ષણ દિવાલો બનાવવામાં આવે. રજૂઆત દરમિયાન સમગ્ર બાબતે હકારાત્મક જવાબ આપી આ આગામી દિવસોમાં વિવિધ સુવિધાઓ આપવામાં આવશે જ્યારે રજૂઆત બાદ શિયાળ બેટ ફિશિંગ ધક્કો જેટી બનાવવા અને ચાંચ બંદર ગામે ફિશિંગ જેટી માટે રિ-સર્વે કરવા માટે પણ ઉચ્ચ કક્ષાએથી આદૃેશ આપી દૃીધા છે. સમગ્ર મામલે ધારાસભ્ય અંબરીષ ડેરએ જણાવ્યું કે, મને સંતોષ એ વાતનો થયો કે જ્યાં આ ગ્રામ્ય માછીમારો ભાઈએ એવું કહૃાું કે અમોએ તમારા લીધે પ્રથમ વખત સચિવાલય જોયું આજે વિવિધ વિભાગોના મંત્રીઓને રૂબરૂ મળી અમારા પ્રશ્ર્નનો રજૂ કર્યા.