અમરેલી,
અમરેલી જિલ્લામાં ભીમ અગીયારસના તહેવારો નજીક આવતા શકુનીઓ મેદાનમાં આવ્યા છે અમરેલી તાલુકાના શેડુભાર અને રાજુલા તાલુકાના કુંડલીયાળામાં જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોને રોકડ અને ત્રણ મોબાઇલ મળી કુલ રૂા.29 હજાર ઉપરાંત્તના મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડયા હતા.અમરેલી તાલુકાના શેડુભારમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા રાજેશ ઉર્ફે રાજુ ઓઘવજીભાઇ જાદવ, નનુ બચુભાઇ શીરોળીયા સહિત ત્રણ શખ્સોને પો.કોન્સ.અતુલભાઇ માટીયાએ રોકડ રૂા.10,620 સાથે તેમજ રાજુલા તાલુકાના કુંડલીયાળા ગામે અમરેલી એલસીબીના પો.કોન્સ.લીલેશભાઇ બાબરીયાએ આણંદ શુકલભાઇ હડીયા, વિનુ જીણાભાઇ સોલંકી, રાહુુલ કિશોરભાઇ વાળા સહિત પાંચ શખ્સોને રોકડ રૂા.11,110, મોબાઇલ ત્રણ રૂા.7500 મળી કુલ રૂા.18610 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.