અમરેલીના શૈક્ષણિક ક્ષેત્રે શ્રી જીતુભાઇ તળાવિયાનું મહત્વનું યોગદાન

  • મુંબઇ અને છેક અમેરીકામાં શ્રી જીતુભાઇ તળાવિયાની આત્મહત્યાના પડઘા
  • અમરેલીની અજમેરા સ્કુલનું એન્યુઅલ ફંકશન હોય કે પટેલ સંકુલમાં દિકરીઓને પ્રોત્સાહિત કરવાની હોય જીતુભાઇ અગ્રેસર રહેતા

અમરેલી,
અચાનક આત્મહત્યા કરી સૌને જબરદસ્ત આંચકો આપનાર જાણીતા પર્યાવરણ વિદ અને ભાજપના પાયાના આગેવાન શ્રી જીતુભાઇ તળાવિયાની આત્મહત્યાના પડઘા મુંબઇ અને અમેરીકા સુધી પડયા છે અમેરીકાથી ડો. રાજેશ પટેલ, મુંબઇથી શ્રી રમેશભાઇ સતીકુવર તથા શ્રી દેવાંગભાઇ બીલખીયા જેવા શ્રી જીતુભાઇના મિત્રો આ સમાચારથી ચોંકી ઉઠયા છે અને જીતુભાઇ આવુ પગલુ શા માટે ભરે તેવો સવાલ કરી રહયા છે ત્યારે અમરેલી સ્વ. જીતુભાઇ તળાવિયાના સંસ્મરણો યાદ કરી રહયુ છે.
અમરેલીની અજમેરા સ્કુલમાં 2018 ના વાર્ષિકોત્સવમાં ગુજરાત માધ્યમિક બોર્ડના સભ્ય ડો. પ્રિયવદનભાઇ કોરાટ, અવધ ટાઇમ્સના તંત્રી શ્રી ભરતભાઇ ચૌહાણ, અજમેરા સ્કુલના શ્રી રાજુભાઇ કામદાર, શ્રી એમ.જી. જોષી અને તત્કાલીન રેન્જ ફોરેસ્ટ ઓફીસર શ્રી શાંતિલાલ રાણવા સાથે સ્વ. જીતુભાઇ તળાવિયાની ઉપસ્થિતીમાં થયેલ દિપ પ્રાગટયની તસ્વીરમાં કેદ શ્રી જીતુભાઇ તળાવિયાએ આ ફંકશનમાં દિકરીઓને ભણાવવા ઉપર ભાર મુકી અને ત્યાર પછી ત્યાં યોજાયેલા જૈન જ્ઞાન સત્રમાં મોડી રાત સુધી હાજરી આપી હતી તે સંસ્મરણો શ્રી રાજુભાઇ કામદારે વાગોળ્યા હતા.