- જન્મદિવસે લોકો માટે અનોખી માંગણી કરનારા
- શ્રી લતાદીદીએ તેમના અંગત મદદનીશ સાવરકુંડલાના વતની શ્રી મહેષ રાઠોડ દ્વારા શ્રી નાસીર ટાંકને વધાઇ આપી
અમરેલી,(ડેસ્ક રિર્પોટર)
અમરેલીનાં શ્રી નાસીરભાઇ ટાંકને જન્મદિન નિમિતે સ્વર સામ્રાજ્ઞી શ્રી લતાદીદીએ શુભકામનાઓ પાઠવી સરપ્રાઇઝ આપી હતી. જન્મદિવસે અનોખી માંગણી કરનારા અમરેલીના કાવેરી ગોળવાળા શ્રી નાસીર ટાંકને ભારતરત્ન શ્રી લતાદીદીએ તેમના પીએ શ્રી મહેષ રાઠોડ મારફતે શુભકામનાઓ પાઠવી હતી. સ્વરકીન્નરી શ્રી લતાદીદીએ તેમના અંગત મદદનીશ અને સાવરકુંડલાના વતની શ્રી મહેષ રાઠોડ મારફતે મોબાઇલ દ્વારા શ્રી નાસીર ટાંકને જન્મદિવસની વધાઇ આપી અને સરપ્રાઇઝ આપી હતી શ્રી નાસીર ટાંકે શુભકામનાઓ પાઠવવા બદલ શ્રી લતાદીદી અને શ્રી મહેષ રાઠોડનો આભાર માન્યો હતો.