અમરેલીના સંધિ સોસાયટી વિસ્તારમાં લોકોને ઘરે ઘરે પીવાનું પાણી મળતુ થયું

  • કલેકટરને રજુઆત થતા 50 ઘરોમાં પાણીની લાઇનો નાખી આપી

અમરેલી,લોકો ને પાણીની જરૂર જીવવા માટે ખૂબ જરૂરી છે ત્યારે પાણી માટે લોકો આ આધુનિક યુગ માં પીવાનું પાણી નો મળે તો નવીન કેવાય ત્યારે વર્ષો થી સંધિ સોસાયટી વિસ્તારમાંના લોકો પાણી માટે વલખા મારતાં હતા ત્યારે લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પાણી નો લાઈનો નો નખાતા સામજિક કાર્યકર જાવેદખાન પઠાણ ને જાણ કરાઈ અને તેના દ્વારા કલેકટર શ્રી.અને નગરપાલિકા ચીફ ઓફીસર જાણ કરતા આ વિસ્તારમાં પીવાના પાણી ની અંદાજિત 50 ઘરોમાં લાઈનો નાખવામાં આવી અને લોકોના ઘરે ઘરે પાણી મળતું થતા લોકો દ્વારા જાવેદખાન પઠાણ નો આભાર માન્યો હતો તેમ અખબારી યાદીમાં જણાવ્યું છે.