અમરેલી,
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સમઢીયાળા ગ્રામજનો માર્ગ ખરાબ હોવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહૃાા છે. અહીં ધૂળ ઉડવાના કારણે ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ભારે પરેશાની ભોગવી રહૃાા છે. ગામના સરપંચ સહિત લોકો દ્વારા લેખિત મૌખિત તંત્રને વાંરવાર રજૂઆતો કરી છતાં કોઈ યોગ્ય નિર્ણય નહિ આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આજે ગ્રામજનો અહીં રોડ ઉપર બેસી આંદૃોલન શરૂ કર્યું છે. ગ્રામજનોએ જ્યાં સુધી કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી આંદૃોલન યથાવત રાખવાનો નિર્ણય લીધઓ છે. સરકાર દ્વારા માર્ગ ઝડપથી બનાવવામાં આવે તેવી માંગ ઉઠાવી રહૃાા છે. દૃરિયા કાંઠાના આ સ્ટેટ હાઇવે ઉપર ૪ જેટલા ગામડા આવે છે અને મીઠા સહિત નાના મોટા ઉધોગોના વાહન વ્યહાર પણ હાલ ખોરવાયો છે. મેં ૩ વખત લેખિત રજૂઆતો કરી છે, છતાં કોઈ ધ્યાન આપતું નથી. ગામમાં ચારે તરફ ધૂળ ઉડી રહી છે. રોડ અતિ ખરાબ છે, તંત્ર રોડ બનાવી દૃે અથવા તો પાણીનો છટકાવ શરૂ રાખે. જ્યાં સુધી આર.એન.બી.ના અધિકારીઓ નહીં આવે અને ખાત્રી નહીં મળે ત્યાં સુધી અમે આંદૃોલન ચાલુ રાખીશું.