અમરેલીના સમર્થ વ્યાયામ મંદિરમાં મફતમાં કસરત કરવા ન દેતા ફડાકો ખેંચી લેવાયો

  • લુખ્ખાગીરી સામે જીમના વ્યવસ્થાપકે પોલીસની મદદ લીધી
  • મફત કસરત કરવા દાદાગીરી કરી : અટકાવતા લાફો ખેંચી લીધો : ઘેર જતી વખતે પણ વ્યવસ્થાપકને ધમકી આપી : પોલીસ ફરિયાદ દાખલ

અમરેલી, અમરેલીના સમર્થ વ્યાયામ મંદિરમાં આવેલા જીમમાં મફતમાં કસરત કરવા ન દેવાતા જીમના વ્યવસ્થાપકને લાફો ખેંચી અને ધમકી આપવામાં આવતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
આ બનાવ અંગેની પોલીસમાં નોંધાયેેલી ફરિયાદ અનુસાર અમરેલીના નગરપાલિકા સંચાલિત સમર્થ વ્યાયામ મંદિરના જીમમાં તારવાડી પાસે રહેતો નાસીર રફાઇએ મફતમાં દાદાગીરી કરી કસરત કરવા આવતા ત્યાના વ્યવસ્થાપક નીલ પ્રફુલભાઇ મહેતાએ તેમને અટકાવતા નાસીરે નીલને ફડાકો ખેંચી લીધો હતો અને જ્યારે નીલ ઘેર પરત જતો હતો ત્યારે પણ નાસીરે તેને દરવાજા પાસે અટકાવી પોલીસ તંત્રનો કોઇ ડર ન હોય તેમ ધમકી આપી હતી આથી નીલે ટ્રસ્ટીઓને જાણ કરતા ટ્રસ્ટીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવાની સુચના અપાતા નાસીર સામે નીલે શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.