અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા કોરોના પોઝિટિવ

અમરેલી,
અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા આજે કોરોના પોઝિટિવ થતા ભાજપના કાર્યકરોમાં અને તેમના વિશાળ ચાહક વર્ગમાં ચિંતાની લાગણી છવાઇ છે જોકે કાછડીયા ની તબિયત સારી છે તેઓ હોમ આઇસોલેટે થયા છે.
આજે ધારી ખાતે આંબરડી પાર્ક ના કાર્યક્રમમાં ગયેલ શ્રી નારણભાઈ કાછડિયા એ ધારી ખાતે જ રેપિડ ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો અને તેઓ હોમ આઇસોલેટે થયા છે સોશિયલ મીડિયા ઉપર શ્રી નારણભાઈ ને સારા સ્વાસ્થ્યની શુભકામનાઓ અપાઈ રહી છે.