અમરેલીના સાજીયાવદર પાટીયા પાસે ફોરવ્હીલ ઝાડ સાથે અથડાતા બે મહિલાઓના મોત

અમરેલી,
અમરેલી તાલુકાના સાજીયાવદર ગામના પાટીયા પાસે દિવના પ્રદિપભાઈ વીરાભાઈ બારીયા રહે. ઘોઘલા પોતાની સ્વીફટ કાર ડી.ડી. 02 જી. 0977 પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવી અમરેલી ચલાલા રોડ ઉપર સાજીયાવદર ગામના પાટીયા પાસે કાર પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમા આવેલ લીમડાના ઝાડ સાથે કાર અથડાતા કારમા બેઠેલ હેમલતાબેન તથા તારાબેનનું મોત નિપજાવી ઉન્નતીબેનને જમણા પગે તથા કમરમાં અને મયુરીબેનને જમણા પગે તથા કમરમાં ફેકચર કરી પોતાને ડાબા પગમાં તેમજ શરીરે ગંભીર ઈજા કર્યાની ધર્મેન્દ્રભાઈ જેઠાલાલભાઈ બારીયાએ અમરેલી રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ .