અમરેલીના સાવરકુંડલા રોડ મફતીયાપરા તેમજ કેરીયારોડ રૂપસાગર સોસાયટીમા તસ્કરો ત્રાટકયા

અમરેલી,

અમરેલીના સાવરકુંડલા રોડ મફતીયાપરા લીલાનગર તેમજ કેરીયારોડ રૂપસાગર સોસાયટીમા આવેલ મકાનોમા તસ્કરોએ ત્રાટકીને મોબાઈલ , થાળી વાટકા , સોનાનો ચેઈન , ગણેશજીના પેેંડલ મળી કુલ રૂ/-44,400 ની ચોરી કરી ગયાની અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પોલિસ સુત્રોમાંથી મળતી પ્રાપ્ત વિગત અનુસાર અમરેલીના સાવરકુંડલા રોડ મફતીયાપરા લીલાનગરમા રહેતા જયાબેન ઉર્ફે , વસનબેન અશોકભાઈ સોલંકી ઉ.વ. 35 ના મકાનના નળીયા ઉંચકી ખપેડા તોડી તા. 17-6 ના પહેલા કોઈપણ સમયે તે જ વિસ્તારમા રહેતા ગૌતમ પ્રકાશભાઈ સોલંકી મકાનમા પ્રવેશ કરી લાકડાના કબાટના દરવાજા ખોલી દિકરાનો વીવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ રૂ/-5000 સ્ટીલના 15 થાળી વાટકા રૂ/-750 , સ્ટીલની 15 નાની વાટકીઓ રૂ/-300 , એક પિતળનો થાળ રૂ/-350 મળી કુલ રૂ/-6400 ની ચોરી કરી ગયાની અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.અમરેલીના કેરીયારોડ રૂપસાગર સોસાયટીમા રહેતા ઝંખનાબેન જીતેન્દ્રભાઈ જેબલીયા તથા એકતાબેન પોતાના ઘરમા સુતા હતા તે દરમ્યાન તા. 23-6 ની મોડી રાત્રિથી તા. 24-6 ના વહેલી સવાર સુધીમા કોઈ તસ્કરોએ ઘરનો દરવાજો ખોલી પ્રવેશ કરી કબાટનો દરવાજો ખોલી જેમાથી સોનાનો ચેઈન બે તોલાનો રૂ/-28,000 તથા ગણેશજીના પેંડલની રૂ/- 10,000 મળી કુલ રૂ/- 38,000 ની સોનાના દાગીનાની ચોરી કરી ગયાની અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ .