અમરેલીના સુખનાથપરામાં કેટરર્સ સંચાલકની કહોવાયેલી લાશ મળતા શહેરમાં ખળભળાટ

  • લોકડાઉન દરમિયાન કારીગરોને રજા આપી હતી
  • રામદેવ કેટરર્સના ભોરેસિંહ યાદવ એકલા રહેતા હતા : આસપાસના લોકોને મકાનમાંથી દુર્ગધ આવતા પોલીસને જાણ કરાઇ

અમરેલી,
અમરેલીના સુખનાથપરા વિસ્તારમાં યુપીના વતની એવા કેટરર્સના સંચાલકની કોહવાયેલી લાશ મળી આવતા ખળભળાટ મચ્યો છે અને પોલીસ દોડી ગઇ છે.
જાણવા મળતી માહિતી અનુસાર યુપીના ફીરોજાબાદના વતની ભોરેસિંહ ઉર્ફે અજય રામવીરસિંહ યાદવ અમરેલીમાં રામદેવ કેટરર્સ ચલાવતા હતા અને લોકડાઉન દરમિયાન તેના કારીગરોને રજા આપી દીધી હતી તથા શહેરના સુખનાથપરા શેરી નં.2 માં મહેશભાઇના ભાડાના મકાનમાં તે હાલમાં એકલા રહેતા હતા તેમના મકાનની આસપાસના લોકોને મકાનમાંથી દુર્ગધ આવતા શહેર પોલીસને જાણ કરાતા એએસઆઇ શ્રી ભરતસિંહ એમ.વાળા સ્ટાફ સાથે ત્યાં દોડી ગયા હતા અને ત્યાં તપાસ કરતા મકાનમાંથી અજયની જીવાત પડી ગયેલી કોહવાયેલી લાશ મળી આવી હતી આ લાશ એટલી હદે કોહવાયેલી હોય તેને પોસ્ટ મોટમ માટે ભાવનગર ખસેડવામાં આવી હતી અને પોલીસ દ્વારા તેમના મૃત્યુનું કારણ જાણવા તજવીજ હાથ ધરવામાં આવી છે.