અમરેલીના સેન્ટર પોઇન્ટે ભર બપોરે થયેલ ખાનગી ફાયરીંગથી ખળભળાટ

  • સરધાર તાલુકાના ભંગડા ગામના આધેડનું કારનામું
  • પોતાના પરવાનાવાળી વેબલીમાંથી ફાયરીંગ કર્યુ : ફાયરીંગ કરી જતી વખતે પોલીસે નાકાબંધી કરી : ચિતલ બાબરાની વચ્ચે પોલીસ આંબી ગઇ

અમરેલી,
અમરેલીમાં ચારેય તરફ આવેલ પોલીસ કચેરીઓ વચ્ચેના ફોરવર્ડ સર્કલના સેન્ટર પોઇન્ટે બોલેરો કારમાં આવેલા સરધારના ભંગડા ગામના શખ્સે પોતાની લાયસન્સવાળી વેબલી રિવોલવરમાંથી હવામાં ફાયરીંગ કરતા ખળભળાટ મચી ગયો હતો અને પોલીસે નાકાબંધી ગણી ગણતરીની મિનીટોમાં તેને દબોચી લીધેલ.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયએ જીલ્લામાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા શખ્સોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી. શાખાના પો.સ.ઇ. શ્રી એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમ એસ.ઓ.જી.કચેરીએ હાજર હતા તે દરમિયાન અમરેલી શહેરમાં આવેલ ચિતલ રોડ ઉપર ’’ સેન્ટર પોઈન્ટ ’’ તરીકે ઓળખાત સર્કલની પાસે રોડ ઉપર એક ઈસમ પોતાની કાળા કાચ વાળી બોલેરો ગાડી લઇ આવી ગાડીમાંથી નીચે ઉતરી તેની પાસે રહેલ રીવોલ્વર જેવા હથિયાર વડે હવામાં ફાયરીંગ કરેલ આથી એસઓજીએ સીસીટીવીના કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પહોંચી ’’ સેન્ટર પોઈન્ટે ’’ આવેલ સી.સી.ટી.વી. કેમેરાના કુટેઝ જોયા હતા.
હવામાં ફાયરીંગ કરનાર શખ્સ અમરેલી-બાબરા રોડ તરફ જતા જોવામાં આવતા તુરંત પોલીસ અધિક્ષકશ્રી દ્વારા અમરેલી એેસ.ઓ.જી., એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડની અલગ-અલગ ટીમો બનાવી તેને ઝડપી પાડવા માટે ચક્રોગતીમાન કરવામાં આવેલ હતા તે દરમિયાન આ બોલેરો ચાલકનો પીછો કરી તેમજ ચિતલ-બાબરા પાસે બેરીકેટીંગ તથા કોર્ડન કરાવેલ અને ચિતલ બાબરાની વચ્ચે આ શખ્સને રીવોલ્વર હથિયાર સાથે ગણતરીની મીનીટોમાં ઝડપી પાડવામાં આવેલ જેમાં તેનું નામ જયવિરભાઇ બહાદુરભાઇ વાળા ઉ.વ.43 ધંધો.ખેતી રહેવાસી ગામ-ભંગડા (સરધાર) તા.જી.રાજકોટ હોવાનું ખુલેલ અને તેણે ફાયરીંગ શા માટે કર્યુ તેની કોઇ સ્પષ્ટતા થયેલ ન હતી પણ પોલીસે તેના કબ્જામાંથી એક લોખંડની શોર્ટ રીવોલ્વર (અગ્નીશસ્ત્ર) કિ.રૂા.2,75,000/- તથા જીવતા કાર્ટીસ નંગ-2, કી.રૂા.140/- તથા એક હવામાં કરેલ ફાયરીંગનું ખાલી કેચીસ જેની કિ.રૂ.00/00 તથા મહીન્દ્રા કંપનીની બોલેરો ફોર વ્હીલ રજી.નંબર ય્વ-03-ન્મ્-4545, કિ.રૂા.5,00,000/- મળી કુલ કિ.રૂા.7,75,140/- ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવીને સીટી પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવેલ.