અમરેલીના સ્માર્ટ બજાર મોલ દ્વારા અખાદ્ય ચીજવસ્તુના વેચાણ અને છેતરપિંડીની ફરિયાદ

અમરેલી

અમરેલીના લાઠી રોડ ખાતે આવેલા સ્માર્ટ બજાર એટલે કે રિલાયન્સ મોલ દ્વારા અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોય અને તે ચીજવસ્તુઓ જ્યારે ગ્રાહક પાછી લઈને જાય ત્યારે આ મોલના સંચાલકો તે ન સ્વીકારતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.આ ફરિયાદની વિગત એવી છે કે એક ગ્રાહક ટી. એ. સાંડસુરે તારીખ 17- 8 -2023ના રોજ તેની પાસેના બિલ મુજબ માંથી રૂપિયા 89- 10 પૈસાની કિંમત નો 950 ગ્રામ ડેકન ઓર્ગેનિકનો ગોળ ખરીદ કરેલ હતો.આ ગોળ નવ મહિના પહેલાં એટલે કે તારીખ 17-12-22નો પેકિંગ થયેલો હતો.એટલે નવ મહિના પહેલાંનો! તેથી જ્યારે ગ્રાહકે ઘેર જઈને આ પેકિંગને તોડીને જોયું તો અંદર સફેદ પ્રકારની ફૂગ થઈ ગયેલ હતી, તેમાં દુર્ગંધ આવતી હતી. તેથી ગ્રાહક આ ગોળના બિલ સાથે જ્યારે અમરેલી સ્માટે બજાર મોલ પર ગયાં ત્યારે તેના સંચાલકોએ આ ગોળ પરત લેવાની ના પાડી હતી. પ્રથમ દ્રષ્ટિએ આ પ્રકારની અખાદ્ય કહી શકાય તેવી ચીજ વસ્તુઓનું વેચાણ કરવું તે ગુનાહિત કૃત્ય ગણાય. તે ચીજને પરત નહીં લેવી સ્માર્ટ બજાર એટલે કે રિલાયન્સની છેતરપિંડી ગણાય.આ વસ્તુના નાણાં પરત ન આપતાં ગ્રાહકે તે મોલ પર જઈને એક લેખિત ફરિયાદ આપી હતી. પરંતુ સંચાલકોએ આ ફરિયાદ પણ સ્વીકારવાની ના પાડી હતી. પછી સંચાલકો સામે જ ગ્રાહકે તેના મોલના પગથિયે તે ગોળને છોડી દીધો હતો.તેની લેખિત સ્વરૂપમાં ફરિયાદ મોલના સંચાલકોએ ન સ્વીકારવા છતાં પણ ત્યાં મુકી દીધી હતી.આ પ્રકારની હરકતથી સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રના વિકસી રહેલાં મોલ કલ્ચરની સામે અખાધ વસ્તુઓનુ વેચાણ તથા બાંહેધરીની ગુણવત્તાના પ્રશ્નો ઊભા થયાં છે.નાના દુકાનદારોને મદદરૂપ બનવાને બદલે કોઈ મોલમાંથી વસ્તુ ન ખરીદવી જોઈએ. તેવી અપીલ ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા કરવામાં આવી રહી છે. આ અંગેની ફરિયાદ નગરપાલિકા અને ગ્રાહક સુરક્ષા અદાલતને કરવામાં આવી છે અને આ મોલ સામે કાયદેસરના પગલાં ભરવા માટે ગ્રાહકે વિનંતી કરી છે.ફોજદારી પગલાં ભરવાની શક્યતાઓ પણ તપાસાઈ રહી છે.