અમરેલીના 14 દુકાનદારોને સ્પેશ્યલ કોર્ટ સમક્ષ રજુ કરતી પોલીસ : એક દિવસના રીમાન્ડ મંજુર

  • 21 સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરાયા બાદ 14ની ધરપકડ કરાઇ

અમરેલી, 21 સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરાયા બાદ 14ની ધરપકડ કરાઇ હતી તે અમરેલીના જેશીંગપરાના 14 દુકાનદારોને સ્પે. કોર્ટ સમક્ષ રજુ કરી પોલીેસે રીમાન્ડની માંગણી કરતા કોર્ટે એક દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.21 દુકાનદારો સામે નોંધાયેેલી પોલીસ ફરિયાદમાં તપાસનિશ અધિકારી ડીવાયએસપીશ્રી મહાવીરસિંહ રાણા તથા સીટી પીઆઇ શ્રી ચૌધરી અને શ્રી પંડયાએ ધરપકડ કરાયેલ 14 દુકાનદારોના રીમાન્ડની માંગણી સાથે સ્પેશ્યલ કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા કોર્ટે 14 આરોપીના એક દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા બીજી તરફ આ અંગે બનાવમાં ફરિયાદી બનેલ મામલતદારશ્રી સહિત પોલીસે ગુનાનું સ્થળ જોયું હતુ.