અમરેલીના 70 કર્મયોગીઓનું સન્માન કરતાં શ્રી કૌશિક વેકરિયા

  • શ્રી દિલીપભાઈ સંઘાણી, શ્રી હિરેનભાઈ હિરપરા, ડો. કાનાબાર, શ્રી પી પી સોજીત્રા સહિતના મહાનુભવોના વરદ હસ્તે
  • ભવ્ય સન્માન કાર્યક્રમમાં અમરેલીની જુદા જુદા ક્ષેત્રની પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવી
  • કોરોના જેવી વેૈશ્ર્વિક મહામારીમાં સાચા અર્થમાં વોરીયર્સને બિરદાવ્યા
  • ટેકનોલોજીથી લઈને બિઝનેસના ફિલ્ડમાં અમરેલીને ગૌરવ અપાવ્યું હોય તેવા કર્મયોગીઓનું સન્માન કરાયું

 

અમરેલી,
ભારતવર્ષના સર્વાધિક લોકપ્રિય અને હૃદયસમ્રાટ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને વિશિષ્ટ સેવાકીય સન્માન સમારોહ સાથે યુવા વિકાસ પરિષદના કન્વીનર અને અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા ઉજવવામાં આવ્યો હતો. આ સેવાકીય સન્માન સમારોહમાં અમરેલીની જુદા જુદા ક્ષેત્રની પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવી હતી. સ્ટાર્ટઅપ, મેક ઈન ઈન્ડિયા, આત્મનિર્ભર, સાહિત્ય, સેવા, ઈનોવેશન, ટેકનોલોજીથી લઈને બિઝનેસના ફિલ્ડમાં અમરેલીને ગૌરવ અપાવ્યું હોય તેવા કર્મયોગીઓને અમરેલી જિલ્લાના મહાનુભવોના વરદ હસ્તે સન્માનિત કરાયા હતાં.
કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપુરૂષ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના વિશેષ પ્રસંગે વિશિષ્ટ પ્રતિભાશાળી કર્મયોગીઓનું સન્માન કરવું એ અમારા માટે ગૌરવની પળ છે. આ કર્મયોગી સાથે રૂબરૂ થવાનું અમને સૌભાગ્ય મળ્યું છે. આ સન્માન સત્કાર સમારોહમાં સહયોગ આપનાર સૌ કોઈનો આભાર વ્યક્ત કરૂ છું,
આ સેવાકીય સન્માન સહકાર શિરોમણી શ્રી દિલીપભાઈ સંઘાણી, જિલ્લા ભાજપના પ્રમુખ હિરેનભાઈ હિરપરા, પૂર્વ પ્રમુખ ડો. કાનાબાર સાહેબ, પી પી સોજીત્રા, જિલ્લા ભાજપના મહામંત્રી કમલેશભાઈ કાનાણી અને રવુભાઈ ખુમાણના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, શ્રેષ્ઠતાનું સન્માન કરવું એ આપણી સંસ્કૃતિ છે. કૌશિકભાઈ અને તેની ટીમ દ્વારા જુદા જુદા ક્ષેત્રના પ્રતિભાશાળી, કર્મયોગી અને કર્મઠનું જે વિશેષ સન્માન કરવામાં આવ્યું તે અનન્ય અને અનોખી પહેલ છે. આ તકે હું તેમને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છે કે આ પ્રકારના સેવાકીય કાર્ય કરતા રહો.
આ સેવાકીય સત્કાર સમારોહમાં રિતેશભાઈ સોની, ભરતભાઈ વેકરિયા, રાજુભાઈ ગીડા, તુષારભાઈ જોષી, બ્રિજેશ કુરૂંદલે, મેહુલ ધોરાજીયા, કેતન ઢાંકેચા, મનિષ ધરજીયા, સંજય રામાણી, દિલાભાઈ વાળા, ચિરાગભાઈ ચાવડા, સંજય માલવિયા, ચંદુ રામાણી, સંદીપ માંગરોળિયા, રજનીકાંત રાવલ, ભરતભાઈ કાનાણી, ભાવેશભાઈ વાડદોરિયા, જયેશભાઈ ટાંક, રાજેશભાઈ ગળિયલ, રાજેશભાઈ કાબરિયા, વિશાલ કાબરિયા, વિરલ વિરપરા, કલ્પેશ વોરા, જયદીપ વિઠ્ઠલાણી, મૌલિક ઉપાધ્યાય, રોહિતભાઈ ઘંટી, વિશાલભાઈ ઠાકર, ભાવનાબેન ગોંડલિયા, અલકાબેન ગોંડલિયા, નીકુબેન પંડ્યા, નિકિતાબેન મહેતા, કાળુભાઈ પાનસુરિયા, પ્રવીણ ચાવડા, નારૂભાઈ પરમાર, વિશાલ ઠાકર, અમિત રાજપરા, મુકુંદ મહેતા, વિશાલ મેસિયા, વીરજી બોરીચા, સંજય ભેસાણિયા, વિશાલ કાબરિયા, કલ્પેશ વોરા, પ્રકાશ ભડકણ, ભુમિકાબેન વળોદરા, ભાવેશભાઈ વળોદરા સહિતના અગ્રણીઓ સહભાગી બન્યા હતાં.