અમરેલીની અમર ડેરીએ આજે વિરાટ ખેડુત સંમેલન

  • શ્રી અશ્વિન સાવલીયાની ટીમ દ્વારા અટલજીની જન્મ જયંતીએ સુશાસન દિવસની ઉજવણી અને પીએમ કિસાન યોજના સન્માન નિધી ફાળવણી પ્રસંગે
  • અમર ડેરીએ નવા પ્લાન્ટ ખાતે અઢી હજાર ખેડુતો આવશે : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી
    શ્રી વિજયભાઇ રૂપાણી ખેડુતો સાથે સીધો સંવાદ કરશે : અમર ડેરી દ્વારા તડામાર તૈયારીઓ પુર્ણ
  • સોશ્યલ ડીસ્ટન્સ સાથે અમર ડેરી દ્વારા ગુજરાતભરમાં સૌથી મોટુ વિરાટ આયોજન : પ્રભારીમંત્રીશ્રી હકુભા જાડેજા, શ્રી જીતુભાઇ વાઘાણી, સાંસદશ્રી કાછડીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતી

અમરેલી,
અમરેલી અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિન સાવલીયાની ટીમ દ્વારા અમર ડેરીના સ્થાપક ચેરમેન શ્રી દિલીપ સંઘાણી તથા કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલાના માર્ગદર્શન હેઠળ દેશના પુર્વ વડાપ્રધાન અને અજાત શત્રુ એવા શ્રી અટલજીની જન્મ જયંતીએ દેશભરમાં યોજાઇ રહેલ સુશાસન દિવસની ઉજવણી અને પીએમ કિસાન યોજના સન્માન નિધી ફાળવણી પ્રસંગે
અમરેલીની અમર ડેરીએ આજે વિરાટ ખેડુત સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે.
ધારી રોડ ઉપર આવેલ અમર ડેરીના પ્રાંગણમાં નવા પ્લાન્ટ ખાતે જિલ્લાભરમાંથી અઢી હજાર ખેડુતો ઉમટી પડશે વર્તમાન સ્થિતીને અનુલક્ષી દરેક ખુરશી ઉપર માસ્ક તથા પાણી સાથે સુંદર આયોજન કરવામાં આવ્યુ છે આ પ્રસંગે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અમર ડેરીએ ખેડુતો સાથે સીધો ઓનલાઇન સંવાદ કરશે આ વિરાટ કાર્યક્રમ માટે અમર ડેરી દ્વારા તડામાર તૈયારીઓ પુર્ણ થઇ છે સોશ્યલ ડીસ્ટન્સ સાથે અમર ડેરી દ્વારા ગુજરાતભરમાં સૌથી મોટુ વિરાટ આયોજન કરવામાં આવ્યુ છે જેમાં જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી હકુભા જાડેજા, શ્રી જીતુભાઇ વાઘાણી, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશીક વેકરીયા, જિલ્લા સંઘના ચેરમેન શ્રી જયંતીભાઇ પાનસુરીયા, જિલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી મનીષ સંઘાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતી રહેનાર છે.