અમરેલીની અમર ડેરી પર્યાવરણની જાળવણીમાં ગુજરાતમાં પ્રથમ

અમરેલી, ગુજરાત રાજયના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની “પ્લાસ્ટીકમુકતભારત’ ની અપીલ અને ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના સિંગલ યૂઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ મુકવાના નિર્ણય અંતર્ગત તા. 5/6/2022 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ગાંધીનગર ખાતે પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ પ્રસંગે તા. 1/10/2021 થી 31/12/2021 સુધી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્રારા પ્લાસ્ટીક વેસ્ટ વ્યવ્સ્થાપન અને પર્યાવરણ સંરક્ષણ કેમપેઈનનુ આયોજન કરવામાં આવેલ હતુ. જે અનુસંધાને અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. અમર ડેરી દ્રારા અમરેલી જિલ્લાની 48 દૂધ મંડળીઓ થકી સિંગલ યુઝ પ્લાસ્ટીક કચરાના વ્યવસ્થાપન અંગે જરૂરી માર્ગદર્શન આપી પ્લાસ્ટીક એકત્ર કરવામાં આવેલ હતુ.જે અંતર્ગત તા. 5/6/2022 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત રાજયના તમામ ઔદ્યોગિક એકમોમાં નોંધપાત્ર કામગીરી બદલ અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. અમર ડેરીનો સમગ્રગુજરાતમાં પ્રથમ નંબર આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વિઠ્ઠલપુર ગામના સરપંચશ્રી ભાવેશભાઈ ગોંડલીયા સાથે અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા દ્રારા આ એવોર્ડને સ્વીકાર્યો હતો.અમર ડેરી થકી અમરેલી જિલ્લામાં શ્વેતક્રાંતિ અને સ્વરોજગારીની સાથો સાથ પર્યાવરણ તથા પ્રકૃતિની જાળવણી તેમજ સંરક્ષણની પણ મહત્વપૂણ ર્કામગીરી કરી રહી છે ત ેબદલ અમરેલી જિલ્લાના પશુપાલકોવતી આ સન્માન સ્વીકારવા બદલ ચેરમેન શ્રીઅશ્વિનભાઈ સાવલીયા ખુબ ગર્વ અને હર્ષની લાગણી અનુભવી હતી તેવુ અમર ડેરીના એમ.ડી ડો.આર.એસ.પટેલની યાદીમાં જણાવેલ છે.