અમરેલીની આરટીઓ કચેરીમાં કર્મચારીનો વિડીયો વાઇરલ કરી ધમકી આપી : ફરિયાદ

અમરેલી,
અમરેલી એ. આર. ટી. ઓ.કચેરીના કર્મચારી ઇન્દ્રજીતભાઇ સુરેશભાઇ ટાંક ઉ.વ.39 પોતાની ઓફીસમાં હતા. ત્યારે બીપીન ઉર્ફે બળવંત વ્યાસ, અરૂણ વ્યાસ, મોહિત પ્રવિણચંદ્વ ડાભી, સમીર બાબુ પટેલ, એક અજાણ્યા શખ્સે પોતાનો સમાન ઇરાદો પાર પાડવા કોઇપણ પરવાનગી વગર ઓફીસમાં આવી ટેબલ-ખુરશી પર બેસી. પોતે રાજ્યસેવક હોવાનું ખોટુ નામ ધારણ કરી ઇન્દ્રજીતભાઇ અને સહકર્મચારીઓના નામે પૈસાની લેતી દેતી કરી પ્રતિષ્ઠાને હાની પહોચાડવાના ઇરાદે બદનકક્ષી કરી વિડીયો વાઇરલ કરી એસીબીમાં ફીટ કરવા ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.