અમરેલીની આર્ટસ કોલેજનાં નિવૃત પ્રિન્સીપાલ શ્રી ડી.પી.વિરાણીનું નિધન : શૈક્ષણિક જગતમાં ઘેરો શોક

  • જેમનાં હાથ નીચે હજારો વિદ્યાર્થીઓ તૈયાર થયાં હતાં તેવા ઉમદા શિક્ષણવિદની અણધારી વિદાય
  • અમરેલીનાં સાવરકુંડલા બાયપાસ રોડે અકસ્માતમાં હેમરેજ થવાથી શ્રી વિરાણીનું મૃત્યું : શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઇ

અમરેલી, અમરેલીની આર્ટસ કોલેજનાં પુર્વ પ્રિન્સીપાલ શ્રી ડી.પી.વિરાણીનું વહેલી સવારે આકસ્મિક નિધન થતાં અમરેલી શહેર અને શૈક્ષણિક જગતમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, મુળ વિઠલપુર ખંભાળીયાના હાલ અમરેલી રહેતા આર્ટસ અને સાયન્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ધનજીભાઈ પાંચાભાઈ વિરાણીની અમરેલીથી ખંભાળીયા જતા હતા. ત્યારે રસ્તામાં અમરેલી આર.ટી.ઓ કચેરીના રોડ ઉપર ડાયાબીટીસના કારણે ચકકર આવતા બાઈક ઉપરથી પડી જતા તેમને માથામાં હેમરેજ થયું હતું અને તેને તાત્કાલીક સારવાર માટે રાજકોટ દવાખાને લઈ જતા ત્રંબા નજીક તેમનું મોત નિપજ્યું હતુ. તેમના નિધનના સમાચાર મળતા વતન વિઠલપુર ખંભાળીયામાં અને તેમના વિદ્યાર્થી વર્તુળો તેમજ શહેરમાં શૈક્ષણિક વર્તુળો અને શ્રી વિરાણીનાં અંતરંગ મિત્ર મંડળમાં શોકનું મોજું ફરીવળ્યુ હતું.

  • શ્રી બી.એલ. હિરપરાનો અદ્દભુત બચાવ

અમરેલીની આર્ટસ કોલેજનાન નિવૃત પ્રિન્સીપાલ શ્રી ડી.પી.વિરાણીનાં નિધનની સાથે બીજી એક બાબત પણ સામે આવી છે કે પટેલ કન્યા છાત્રાલયનાં મંત્રી અને જિલ્લાનાં પીઢ સહકારી આગેવાન તથા શૈક્ષણિક જગતનાં આજીવન ભેખધારી શ્રી બી.એલ.હિરપરા (ગુરૂજી) શ્રી વિરાણીની સાથે શ્રી કાનપરીયાને ત્યાં વિઠ્ઠલપુર સાથે જવાનાં હતાં અને ગઇ કાલે બંનેએ સાથે જવાનો સમય પણ નક્કી કર્યો હતો. પરંતુ શ્રી હિરપરાને તેમનાં અંગત મહેમાન આવતા તેમની સાથે સાસણ જવાનું થયું હતું. અને તે સાસણ ગયાં હતાં. નહીતર શ્રી વિરાણીની સાથે બાઇક ઉપર તેમનો પણ અકસ્માત થયો હતો.