અમરેલીની ઇમારતોના બેઝમેન્ટમાં પાણી ફુંટી નિકળ્યા

અમરેલી,
કાયમ વર્ષે 21થી25 ઇંચ વરસાદ પડે છે આ વખતે એક જ માસમાં 30 ઇંચ વરસાદ પડી ગયો હોવાને કારણે અમરેલીની ઇમારતોના બેઝમેન્ટમાં પાણી ફુંટી નિકળવાના શરૂ થયા છે એ જો હવે વરસાદ વિરામ નહી લે તો લગભગ તમામ જગ્યાએ આ મુશ્કેલી શરૂ થવાની છે.ગઇ 24મી તારીખથી વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થયો ત્યારથી મેઘરાજા અટકવાનું નામ નથી લેતા અને તેની વધ્ાુ પડતી મહેરને કારણે અમરેલી શહેરમાં આખી મૌસમના વરસાદ કરતા પણ વધ્ાુ વરસાદ માત્ર એક મહીનામાં પડી ગયો છે. શહેરમાં સતત એક મહીના સુધી જમીન ભીની રહેતા અમરેલી જિલ્લા બેન્ક સહિતની બેઝમેન્ટ ધરાવતી શહેરની ઇમારતોમાં પાણીનો નિતાર એકત્ર થવા લાગ્યો છે અમરેલીના સ્પોટર્સ સંકુલમાં તો સતત ત્રણ દિવસ સુધી મેદાનમાંથી મશીન દ્વારા પાણી ઉલેચવામાં આવતા ત્યા અંદર જઇ શકાય તેવું બન્યું છે. જોકે આજે શુક્રવારે વરસાદે એક દિવસ પુરતો વિરામ લેતા રસ્તાઓ કોરા થયા