9અમરેલી,
અમરેલી શહેરની મધ્યમાં આવેલ અતિ કીમતી અને ઇસરોમાં ચાર ચાર વૈજ્ઞાનિકોની ભેંટ આપનાર શૈક્ષણીક સંસ્થા વેંચી નાખવાની દીશા તરફ થતી હીલચાલના થતી ચર્ચાએ અમરેલીના શૈક્ષણીક જગતમાં ખળભળાટ મચાવ્યો છે.
આ અંગે જાણવા મળતી માહીતી અનુસાર એક સમયે અમરેલી શહેરની શાન જેવી અને જયાના અનેક વિદ્યાર્થીઓને દેશ-દુનિયામાં ડંકો વગાડયો છે તથા હમણાજ દેશ-વિદેશના તેમના પુર્વ વિદ્યાર્થીઓ ઓનલાઇન એકઠા થયા હતા તેવી ઓછામાં ઓછી એકસો કરોડની કીંમતની ગણાતી આ શૈક્ષણિક સંસ્થા હડપ કરી રોકડી કરવા પ્રયાસો થતા હોવાનું જાણકાર વર્તુળોમાં ચર્ચાઇ રહયું છે. આ માટે એવો ખેલ પાડવામાં આવ્યો છે કે, અમરેલી શહેરની આ સૌથી જુની શૈક્ષણીક સંસ્થાને પહેલા ચાલાકીથી ક્રમશ: મૃતપ્રાય બનાવી દેવામાં આવી હતી તેમના એક પછી એક વર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા જયા એક સમયે હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તેવી આ સંસ્થામાં ક્રમશ: વર્ગો ઓછા કરી તેને બંધ કરી અને એકસો કરોડ કરતા વધ્ાુ બજાર કીમત ધરાવતી આ સંસ્થાનો રૂા.પચાસ કરોડમાં સોદો કરવા ચાલતી કવાયતની શૈક્ષણીક જગતમાં ચર્ચાથી ખળભળાટ મચી જવા પામેલ છે. આ સંસ્થાના અમરેલીથી અમેરીકા સુધી પુર્વ વિદ્યાર્થી છે અને જો આ સંસ્થાનો પણ અન્યની જેમ સોદો થાય તો બ્રોડગેજ ની જેમ જ મોટુ આંદોલન અને લડત આપવા તૈયારીઓ સંસ્કાર નગરી અમરેલીના લોકો કરનાર હોવાનું જાણવા મળેલ