અમરેલી,
સરકાર દ્વારા પ્રજાલક્ષી નિર્ણય લઇ શરૂ કરેલ આધ્ાુનિક બસ પોર્ટમાં સંકળાટ જણાતા નિગમ દ્વારા આજીડેમ ખાતે 4.5 કરોડના ખર્ચે આધ્ાુનિક બસ સ્ટેન્ડ શરૂ થઇ રહેલ છે ત્યાંથી ભાવનગર અમરેલી માટે બસ સેવા શરૂ થનાર છે અમરેલી ભાવનગરની બસો અહીંથી જ ઉપડશે પણ અમરેલી જિલ્લાનો ખુબ જ મોટો વ્યવહાર રાજકોટ સાથે છે જિલ્લાના 1 હજાર જેટલા વિદ્યાર્થી રાજકોટ ભણે છે અમરેલી જિલ્લાની 60 બસો દ્વારા પાંચથી છ હજાર વ્યક્તિ આવન જાવન કરે છે અમરેલી જિલ્લાની બસો આજીડેમ ખાતેથી ઉપડે કે ત્યાં સુધી જ આવે તો મુસાફરોને અગવડતા પડે તેમ છે તે ધ્યાને લઇ રાજકોટથી અમરેલી ભાવનગર કે અમરેલીથી રાજકોટ જનારને આજી ડેમથી સીટીમાં જવા 50 રૂપીયા વધારાનું ભાડુ ખર્ચવુ પડે છે અમરેલી રાજકોટના ભાડા જેટલો જ ખર્ચ થઇ જાય છે અને માલ સામાન સાથે જાય તો હાલાકી વધ્ો છે રોજના 3 થી સાડા ત્રણ લાખ કરતા વધારે રૂપીયા ભોગવવા પડશે ભાવનગર ખાતે બધી બસો ગંગાજળીયા તળાવ જતી તે ધીમે ધીમે બંધ કરી માત્ર ડેપો સુધી જ ચલાવે છે તે નાના સીટીમાં ચાલે પણ રાજકોટ જેવા મોટા સીટીમાં તકલીફ વધશે તેથી આજી ડેમ ખાતે બસ ડેપો શરૂ કરાય તો પણ અમરેલી જિલ્લા માટે રાજકોટ બસ પોર્ટથી સંચાલન ચાલુ રાખવા રજુઆત કર્યાનું ઇન્દીરા શોપીંગ સેન્ટર અને વેજીટેબલ માર્કેટ વેપારી એસો. દ્વારા જણાવાયુ છે.