અમરેલીની કલરવ હોસ્પિટલનો ધમાકેદાર ત્રીજા વર્ષમાં પ્રવેશ

  • અમરેલી શહેરમાં સંપુર્ણ સુવિધાઓ સાથે આધુનિક મશીનરીથી સજ્જ અને હેર ટ્રાન્સપ્લાન્ટ સહિતની વ્યવસ્થા :સર્જરીમાં અમરેલી જિલ્લામાં અવ્વલ નંબરે
  • કલરવ હોસ્પિટલની નિષ્ણાંત ડોકટરોની ટીમે સર્જરીમાં ભારે નિપુણતા સાથે લોકપ્રિયતા મેળવી : ડોકટરોની સતત જહેમત અને ટીમ વર્કને ભવ્ય સફળતા
  • બે વર્ષની સફળતા સાથે લોકપ્રિયતા હાંસલ કરનાર

અમરેલી,અમરેલીમાં બે વર્ષ સફળતા બાદ ત્રીજા વર્ષમાં લોકપ્રિયતા હાંસલ કરનાર અમરેલીની એકમાત્ર આધુનિક સુવિધાઓથી સજ્જ કલરવ હોસ્પિટલે આજે ધમાકેદાર ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તે નિમિતે મિત્રો, શુભેચ્છકો અને દર્દીઓ વતી શુભકામનાઓનો ધોધ વહેતો થયો છે.
બે વર્ષ સફળતાપુર્વક મંજીલ આગળ ધપાવનાર કલરવ હોસ્પિટલ આજે ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી રહયુ છે ત્યારે અભુતપુર્વ પ્રતિસાદને વધાવ્યો છે અમરેલીના કેરીયા રોડ પર આવેલ કલરવ હોસ્પિટલમાં ગાયનેક, પ્રસુતિ, ચામડી, દાંત, સહિતના વિભાગો સતત કાર્યરત છે ગાયનેકોલોજીસ્ટ ડો. મિથીલ પટેલ (એમબીડીજીઓ), ડો. ચિરાગ વામજા (એમડી સ્કીન), ડો. કૌશીક બારોટ (એમડી પેડીયાટ્રીક), ડો. જતીન ધાનાણી (બીડીએસ) સતત કાર્યરત છે અહીં અતિ આધ્ાુનિક મશીનરી સાથે આધ્ાુનિક ટેકનોલોજી સભર સુવિધાઓ ઉપરાંત હેર ટ્રાન્સપ્લાન્ટ સહિતની વ્યવસ્થા છે સર્જરીમાં ભારે નિપુણતા સાથે સર્જરી ક્ષેત્રે ક્રાંતી સર્જી દેનાર કલરવ હોસ્પિટલ અને તેની ડોકટરોની ટીમની સુજબુજ સુવિધા અને ડાયગ્નોસીસ સહિતના ટીમ વર્કને કારણે જિલ્લાભરમાં લોકપ્રિયતા હાંસલ કરી છે આગામી દિવસોમાં લોકોની સુવિધા માટે મેડીકલ ક્ષેત્રે જરૂરીયાત મુજબની ટેકનોલોજી વધુ ને વધુ વિકસાવવા અને ઘર આંગણે લોકોને ઉચ કોટીની સારવાર સુવિધા મળી રહે તેવા પ્રયત્નો થઇ રહયા છે. કલરવ હોસ્પિટલમાં ઇન ડોર આઉટ ડોર, ઓપીડી સહિત તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ હોવાથી દર્દીઓને કોઇ જાતની મુશ્કેલી પડતી નથી.