અમરેલીની કોવિડ હોસ્પિટલ માં કોરોનાના બેડ ખાલી થઇ રહયા છે : માત્ર 147 દર્દીઓ જ સારવારમાં રહયા

  • અમરેલી જિલ્લામાં કોરોનાના 15 કેસ : કુલ કેસની સંખ્યા 2637એ પહોંચી ગઇ
  • કોરોના હળવો પડયો પણ જતો તો નથી જ : મંગળવારે 20 દર્દીઓ સાજા થઇ ગયા : દર્દીઓના મૃત્યુનું પ્રમાણ ઘટી ગયું : રાહત

અમરેલી,
અમરેલી જિલ્લામાં મંગળવારે કોરોનાના 15 કેસ નોંધાયા હતા અને તે સાથે કુલ કેસની સંખ્યા 2637એ પહોંચી ગઇ છે તો બીજી તરફ રાહતના સમાચાર એ છે કે અમરેલીની કોવિડ હોસ્પિટલ માં કોરોનાના બેડ ખાલી થઇ રહયા છે આજે માત્ર 147 દર્દીઓ જ સારવારમાં રહયા છે જો કે કોરોના હળવો પડયો પણ જતો તો નથી જ આજે મંગળવારે 20 દર્દીઓ સાજા થઇ ગયા હતા અને સૌથી વધ્ાુ રાહતની બાબત એ છે કે કોરોનાના દર્દીઓના મૃત્યુનું પ્રમાણ ઘટી ગયું છે.